ભારત 23 સપ્ટેમ્બરે અગ્નિ-5 મિસાઈલનો યુઝર ટેસ્ટ કરવા જઈ રહ્યું છે. ન્યુક્લિયર હથિયારો લઈ જવામાં સક્ષમ આ મિસાઈલનો આ 8મો ટેસ્ટ હશે. 5000 કિલોમીટર સુધી રેન્જની આ મિસાઈલની રેન્જમાં ચીનના અનેક શહેર પણ આવી જશે. મીડિયામાં મિસાઈલના ટેસ્ટના અહેવાલો વચ્ચે પોતાની વિસ્તારવાદી નીતિઓ માટે કુખ્યાત ચીન પણ શાંતિ અને સુરક્ષાની વાતો કરવા લાગ્યું છે. ભારતે આ વર્ષે જ જૂનમાં અગ્નિ પ્રાઈમનો પણ ટેસ્ટ કર્યો હતો અને અગ્નિ-6 પર પણ કામ ચાલી રહ્યું છે.
આ મિસાઈલ સેનામાં સામેલ થયા પછી ભારત દુનિયાના એ એલિટ દેશોમાં સામેલ થઈ જશે જેમની પાસે ન્યુક્લિયર હથિયારોથી સજ્જ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) છે.
આવો સમજીએ, અગ્નિ-5ની ખાસિયત શું છે? શું પાકિસ્તાન અને ચીનની પાસે પણ આ પ્રકારની મિસાઈલ છે? મિસાઈલના ટેસ્ટને લઈને ચીને શું કહ્યું છે? અને ચીન UNSCના કયા પ્રસ્તાવની વાત કરી રહ્યું છે?
અગ્નિ-5ની તાકાત શું છે?
આ મિસાઈલનો થોડો ઈતિહાસ પણ જાણી લો
આ અગ્નિ સિરિઝની 5મી મિસાઈલ છે. 19 એપ્રિલ 2012ના રોજ ઓડિશામાં તેનો પ્રથમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હતો. જાન્યુઆરી 2015માં મિસાઈલનો પ્રથમ કેનેસ્ટર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે મિસાઈલને રોડ મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી. 10 ડિસેમ્બર 2018ના રોજ મિસાઈલનો અંતિમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં મિસાઈલના 7 ટેસ્ટ થઈ ચૂક્યા છે, તમામ સફળ રહ્યા છે. અગ્નિ-5ને 2020માં જ સેનામાં સામેલ કરવાની તૈયારી હતી પરંતુ કોરોનાના કારણે ટેસ્ટમાં વિલંબ થયો.
શું પાકિસ્તાન-ચીન પાસે આ પ્રકારની મિસાઈલ છે?
મિસાઈલના ટેસ્ટ અંગે ચીને શું કહ્યું?
અગ્નિ-5ના ટેસ્ટ વિશે ચાઈનીઝ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજાને કહ્યું છે કે દક્ષિણ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવામાં તમામનું સામુહિક હિત છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે તમામ પક્ષ આ દિશામાં રચનાત્મક પ્રયાસ કરશે. લિજાને કહ્યું કે ભારત ન્યુક્લિયર હથિયાર લઈ જવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઈલોનો વિકાસ કરી શકે નહીં. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)��ા પ્રસ્તાવ 1172માં અગાઉથી જ સ્પષ્ટ નિયમ છે.
ચીન UNSCના કયા પ્રસ્તાવની વાત કરી રહ્યું છે?
ચીન UNSCના પ્રસ્તાવ 1172 વિશે વાત કરી રહ્યું છે. સુરક્ષા પરિષદનો પ્રસ્તાવ 1172 જૂન 1998માં કરાયેલા પરમાણુ પરીક્ષણ પછી લાગુ કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવમાં ભારત અને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને બંધ કરવા અને બંને દેશોને વધુ પરમાણુ પરીક્ષણોથી દૂર રહેવા કહેવામાં આવ્યું હતું. તેમાં બંને દેશોને ન્યુક્લિયર હથિયાર લઈ જવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઈલોના ડેવલપમેન્ટને રોકવાનો આગ્રહ પણ કરવામાં આવ્યો હતો. જો કે ભારત આ પ્રસ્તાવને માનવા બંધાયેલું નથી.
અત્યારે કયા-કયા દેશો પાસે છે ICBM?
હાલ દુનિયાના મુઠ્ઠીભર દેશોની પાસે જ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) છે. તેમાં રશિયા, અમેરિકા, ચીન, ફ્રાંસ, ઈઝરાયેલ, બ્રિટન અને ઉત્તર કોરિયા સામેલ છે. ભારત આ તાકાતથી સજ્જ થનાર દુનિયાનો 8મો દેશ હશે.