ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડની સામે શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટ મેચમાં 151 રને શાનદાર જીત મેળવી છે. ભારતે બીજા દાવ પછી ઈંગ્લેન્ડને જીતવા માટે 272 રનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 120 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બીજા દાવમાં ભારત તરફથી શાનદાર બોલિંગ કરવામાં આવી હતી. જેના પગલે ઈંગ્લેન્ડની ટીમ પત્તાના મહેલની જેમ વિખાઈ ગઈ હતી. ભારત તરફથી સિરાજે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રિત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. તો ઈશાંત શર્માએ 2 વિકેટ અને મોહમ્મદ સામીએ 1 વિકેટ લીધી હતી. ઈંગ્લેડના 4 ખેલાડી ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા.
2nd Test. It's all over! India won by 151 runs https://t.co/KGM2YEualG #ENGvIND
— BCCI (@BCCI) August 16, 2021
આ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજે કુલ 8 વિકેટ ઝડપી છે. ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં 151 રને કારમી હાર આપી છે. લોર્ડ્સ ટેસ્ટમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ભારત મેચના પાંચમા દિવસે ઈંગ્લેન્ડ પર ભારે પડ્યું હતું અને પાંચ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. લોર્ડ્સમાં ઈન્ડિયાની આ ત્રીજી જીત છે. તેને સાત વર્ષ પછી અહિયા જીત મળી છે. આ પહેલા 2014માં ઈંગ્લેન્ડની હાર આપી હતી. ભારતીય ટીમને લોર્ડ્સમાં પહેલી જીત વર્ષ 1986માં મળી હતી.
જુઓ એન્ડરસનની વિનિંગ વિકેટ
Anderson's off-stump is knocked over & that 𝕊𝔼𝔸𝕃𝕊 𝕋ℍ𝔼 𝔻𝔼𝔸𝕃 🔥
— SonyLIV (@SonyLIV) August 16, 2021
🇮🇳 have pulled off a miraculous win at the Home of Cricket to go 1-0 up in the series 😍
Tune into #SonyLIV now 👉 https://t.co/E4Ntw2hJX5 📺📲#ENGvsINDonSonyLIV #ENGvIND #WinningMoment #India pic.twitter.com/K0iT9OKB15
ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રેકોર્ડ
2014 પછી લોર્ડ્સમાં પ્રથમ જીત
Two in two 😍😍
— SonyLIV (@SonyLIV) August 16, 2021
Siraj breaks the Ali-Buttler partnership & gets Curran off the next ball 🔥
Tune into #SonyLIV now 👉 https://t.co/E4Ntw2hJX5 📺📲#ENGvsINDonSonyLIV #ENGvIND #MoeenAli #SamCurran #Wicket pic.twitter.com/WeWXVlWYr8
સિરાજે 2 બોલમાં 2 વિકેટ લીધી
ભારતે પાંચમા દિવસે 6 વિકેટે 181 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રિષભ પંત (14) અને ઇશાંત શર્મા (4) 5માં દિવસે મેદાન પર ઉતર્યા હતા. પંત પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી પરંતુ તે દિવસના પહેલા જ કલાકમાં આઉટ થઇ ગયો. પંતને જોશ બટલરનાં હાથે વિકેટ પાછળ રોબિન્સન દ્વારા કેચ અપાવ્યો હતો. પંતે 46 બોલમાં એક ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. આ પછી ઇશાંત શર્માએ 16 રન બનાવ્યા અને રોબિન્સનના બોલ પર એલબીડબલ્યુ ગયો.
બુમરાહ અને શમીએ પોતાના અંગત બેસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો
મોહમ્મદ શમીએ સિક્સ મારી ફિફ્ટી પૂરી કરી. 106મી ઓવર દરમિયાન મોઇન અલીના બોલ પર શમીએ 92 મીટર સિક્સ મારીને ફિફ્ટી પૂરી કરી હતી. આ એની બીજી ટેસ્ટ ફિફ્ટી છે. આની સાથે શમીએ પોતાનો છેલ્લો હાઇએસ્ટ સ્કોર 51 રનનો પણ રેકોર્ડ તોડ્યો હતો. વળી બુમરાહે પણ છેલ્લો હાઇએસ્ટ સ્કોર 28 રનનો રેકોર્ડ પણ તોડ્યો છે.
1982 બાદ લોર્ડ્સમાં 9મી વિકેટ માટે ઈન્ડિયન ટીમની 50+ રનની પાર્ટનરશિપનો રેકોર્ડ હવે મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને નામ થયો છે. આની પહેલા 1982મા કપિલ દેવ અને મદન લાલ વચ્ચે 9મી વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
પોતાના ખરાબ ફોર્મથી કેપ્ટન કોહલી નારાજ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પોતાના ખરાબ ફોર્મ અને પ્રદર્શનથી નારાજ જોવા મળ્યો હતો. તેણે મેચના ચોથા દિવસે આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમની બારી પર ટોવેલ ફેંક્યો હતો. વિરાટે પહેલી ઈનિંગમાં 42 રન તથા બીજીમાં માત્ર 20 જ રન કર્યા હતા.