અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા અમરૂલ્લા સાલેહે કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી સંગઠન ISના ભીષણ આત્મઘાતી હુમલાના કેસમાં તાલિબાન અને પાકિસ્તાનને કઠેડામાં ઉભું કરી દીધું છે. સાલેહે કહ્યું કે અમારી પાસે જેટલા પણ પુરાવા છે તેના પરથી ખબર પડી છે કે ISISના લડાકુઓના મૂળ તાલિબાન અને હક્કાની નેટવર્ક સાથે ખાસ જોડાયેલા છે. તેમણે પાકિસ્તાન પર પણ નિશાન સાંધ્યું.
સાલેહે ટ્વીટ કરીને કહ્યું કે અમારી પાસે જેટલાં પણ પુરાવા છે તેના પરથી ખબર પડી છે કે ISના સભ્યોના મૂળ તાલિબાન અને ખાસ કરીને હક્કાની નેટવર્ક સાથે જોડાયેલા છે જે અત્યારે કાબુલમાં સક્રિય છે. તાલિબાની ISISની સાથે પોતાના સંબંધોને નકારે છે પરંતુ તે કંઇક આ રીતે છે જેમકે પાકિસ્તાન તાલિબાનના ક્વેટા શૂરાથી કરે છે. તાલિબાને પોતાના સ્વામી (પાકિસ્તાન) પાસેથી ઘણું બધું શીખી લીધું છે.
Every evidence we have in hand shows that IS-K cells have their roots in Talibs & Haqqani network particularly the ones operating in Kabul. Talibs denying links with ISIS is identical/similar to denial of Pak on Quetta Shura. Talibs hv leanred vry well from the master. #Kabul
— Amrullah Saleh (@AmrullahSaleh2) August 27, 2021
માત્ર 5 મીટરના અંતરથી અમેરિકન સૈનિકો પર હુમલો
સાલેહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આતંકી જૂથ ISISએ આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. ISએ કહ્યું કે આ હુમલાને તેના હુમલાખોર અબ્દુલ રહમાન અલ લોગારીએ અંજામ આપ્યો હતો. આઇએસ એ લોગારીની તસવીર પણ શેર કરી છે. આ ભીષણ હુમલામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામનારાઓમાં 13 અમેરિકન સૈનિક પણ છે. કેટલાંય અમેરિકન સૈનિક ઘાયલ પણ થયા છે.
ઇસ્લામિક સ્ટેટ ખુરાસન આતંકી ગ્રૂપે ટેલિગ્રામ પર એક નિવેદન રજૂ કરીને કહ્યું કે હુમલો માત્ર 5 મીટરના અંતરથી અમેરિકન સૈનિકો પર કરાયો તે સમયે અફઘાન શરણાર્થીઓના દસ્તાવેજ બનાવી રહ્યા હતા. આ બધાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને એલાન કર્યું કે અમે આતંકીઓને માફ કરીશું નહીં, તેમને શોધીશું અને સજા આપીશું. કાબુલના હુમલાખોરોએ ચેતવણી આપતા કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે અમે માફ કરીશું નહીં. અમે ભૂલીશું નહીં. અમે તેમને શોધીશું, મારીશું અને તમે કરેલા કૃત્યોની સજા આપીશું.