સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે પંજાબના ફિરોઝપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર સમિતિની રચના કરવા પર સહમતિ સધાઈ છે. આ મામલાની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમારે આજે સવારે 10 વાગ્યે આ કરવું પડશે.
વડાપ્રધાનની સુરક્ષાને લગતા દસ્તાવેજો મળી આવ્યા
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે PM મોદીની રોડ ટ્રીપની માહિતી સરકાર પાસે પહેલેથી જ હતું. આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા SPGની કામગીરીની વિગતો આપી રહ્યા છે. કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ જણાવ્યુ હતુ કે રાજ્યના પોલીસ વડા સાથે સંકલન કરીને સુરક્ષા કેવી રીતે જાળવવામાં આવે છે.
એસજી વડા પ્રધાનની સુરક્ષાને લઈને એસપીજી એક્ટ વિશે ચીફ જસ્ટિસને માહિતગાર કર્યા હતા, સાથે જ સુરક્ષાને લઈને બ્લુ બુકમાં આપવામાં આવેલી માહિતી આપી હતી.તેમણે કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરવામાં ભૂલ થઈ છે. આ અંગે કોઈ વિવાદ થઈ શકે નહીં. આ સુરક્ષામાં ક્ષતિ અને બેદરકારી રહી છે તે હકીકતને નકારી શકાય તેમ નથી. ‘બ્લુ બુક’માં સ્પષ્ટ છે કે સુરક્ષા વ્યવસ્થા પોલીસ મહાનિર્દેશક દ્વારા સ્થાનિક પોલીસ હેઠળ દેખરેખ કરવામાં આવી હતી.
આ મામલામાં પંજાબ સરકારના વકીલ ડીએસ પટવાલિયાએ કહ્યું, ‘અમારા અધિકારીઓને 7 કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. તેમની પાસે કોઈ વાત નથી જ્યારે કમિટીની તપાસ પર સ્ટે છે તો કારણ બતાવો નોટિસ આપવાનું શું વ્યાજબી છે?
એડવોકેટે કહ્યું કે તેમને કેન્દ્રની સમિતિમાં વિશ્વાસ નથી, તેથી કોર્ટે તેના વતી સમિતિની રચના કરવી જોઈએ. પટવાલિયાએ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે, તો તેણે આ મામલે એક અલગ તપાસ સમિતિની રચના કરવી જોઈએ.
અમે તે સમિતિને સહકાર આપીશું, પરંતુ અમારી સરકાર અને અમારા અધિકારીઓ પર હવે આરોપ ન લગાવવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે કેન્દ્ર સરકાર નિષ્પક્ષ તપાસ કરી શકશે નહી. એક સ્વતંત્ર સમિતિની નિમણૂક કરો.