ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટી-20 વર્લ્ડકપના સુપર-12 રાઉન્ડના ગ્રૂપ-2ની લીગ મેચમાં રવિવારે આમનેસામને થઇ ગઇ છે ત્યારે બંને ટીમો માટે આ મુકાબલો નોકઆઉટ સમાન છે. જે પણ ટીમ આ મેચમાં હારશે તેના માટે સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ અત્યંત મુશ્કેલ બની જશે. આ કરો યા મરો સમાન મુકાબલામાં બંને ટીમો એકબીજાને હરાવવાના તમામ પ્રયાસ કરશે. દુઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઇ રહેલા આજની મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન વચ્ચે ટૉસ થયો હતો જેમા ન્યૂઝીલેન્ડની ટીમે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
ટી-20 વર્લ્ડકપ 2021ના સુપર-12 રાઉન્ડમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટની જંગ ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટૉસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે ટીમ ઇન્ડિયાના એક પણ બેટ્સમેન આજની મેચમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. માત્ર 70 રનના સ્કોર સુધી ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. રોહિત શર્માને બદલે ઈશાન કિશન કેએલ રાહુલ સાથે ઓપનિંગ માટે આવ્યો હતો. કિશન 4 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. કેએલ રાહુલ (18)ને ટિમ સાઉદીએ પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ રોહિત (14) ઈશ સોઢીના હાથે માર્ટિન ગુપ્ટિલના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી 9 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર થયો હતો. ત્યારપછી રિષભ પંત (12)ને એડમ મિલ્નેએ બોલ્ડ કર્યો જેના કારણે ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 70 રન થઈ ગયો. આજની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે 111 રનનો ટાર્ગેટ આપ્યો છે. જે એક સામાન્ય સ્કોર છે. આજની મેચમાં ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 19 બોલમાં 26 રન બનાવ્યા હતા જે ટીમના એક ખેલાડીનો સૌથી વધુ સ્કોર છે.
ન્યૂઝીલેન્ડની ટીમે 111 રનના સ્કોરનો પીછો કરતા શાનદાર શરૂઆત કરી હતી. કીવી ટીમના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે 17 બોલમાં 20 રન અને ડૈરેલ મિશેલે 35 બોલમાં 49 રન ફટકાર્યા હતા. જોકે આ બંને બેટ્સમેનોને જસપ્રીત બુમરાહે પેવેલિયન ભેગા કર્યા હતા પરંતુ ત્યાં સુધી ખુબ મોડુ થઇ ગયુ હતું. ઓપનિંગ જોડી બાદ કેપ્ટન કેન વિલિયમસન અને ડ્વેન કોન્વેએ ક્રિઝ સંભાળી હતી અને 14.3 ઓવરમાં જ 111 રનના ટાર્ગેટને હાંસલ કરી જીત મેળવી હતી. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડની આ પ્રથમ જીત છે અને ટીમ ઇન્ડિયાની ટી-20 વર્લ્ડકપમાં આ સતત બીજી હાર છે. આ પહેલા ભારતીય ટીમ પાકિસ્તાન સામે પણ હારી ગઇ હતી.
ભારતને પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટે પરાજયનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમને પણ પાકિસ્તાન સામે પાંચ વિકેટે પરાજય મળ્યો હતો. 2020ની સિઝનમાં બંને વચ્ચે રમાયેલી પાંચ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતે બે એલિમિનેટર સહિત તમામ પાંચ મેચ જીતી હતી. ભારતે ત્રણ મેચમાં રનચેઝ કરીને વિજય મેળવ્યા હતા.
જણાવી દઇએ કે, ગ્રૂપ-2માં ન્યૂઝીલેન્ડની ટીમ ચોથા ક્રમે છે અને તેનો નેટ રનરેટ માઇનસ 0.53 છે. બીજી તરફ ભારત પાંચમા ક્રમે છે અને તેનો રનરેટ માઇનલ 0.973નો છે. બંને ટીમે સારા માર્જિનથી પણ વિજય મેળવવો પડે તેવી સ્થિતિ છે.
ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. ટીમમાં ભુવનેશ્વર કુમાર અને સૂર્યકુમાર યાદવને આરામ આપવામાં આવ્યો છે ્અને તેંમના સ્થાને શાર્દુલ ઠાકુર અને ઇશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:
ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગુપ્ટિલ, ડેરીલ મિચેલ, કેન વિલિયમસન (કેપ્ટમ), ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે (વિકેટકીપર), જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉદી, એડમ મિલ્ને.