જેમ સર્પનો સ્વભાવ હોય છે, કરડવાનો. આ તેની પ્રકૃતિ છે. તમે તેની ગમે તેટલી કાળજી રાખો, પણ તે સમય જોઈને કરડી જ લે... તેમ આવા લોકોનો ઉછેર પણ એવા વાતાવરણમાં થયો હોય છે, જ્યાં મગજમાં અને હૃદયમાં માત્ર ઝેર જ ભરવામાં આવ્યું હોય. જેમને આવા ઝેરીલા સંસ્કારો જ વારસામાં મળ્યા હોય. તો પછી તે પ્રમાણે જ વર્તે... તેમાં તેમનો શું વાંક?...
કોમ્યુનિસ્ટ ઘોષણાપત્ર. એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 18)
જેમ સર્પ પોતાનો સ્વભાવ નથી બદલી શકતો, તેમ રોમે - રોમમાં નફરત રાખનાર, આવા લોકો પણ નથી બદલી શકતા. તે માટે તેવો દયાને પાત્ર છે. કારણકે તેમને પોતાને પણ નથી ખબર કે તેવો શું કરી રહ્યા છે? તેમને પોતાને જેવા ઘરના સંસ્કારો મળ્યા છે, તે પ્રમાણે વર્તે. એટલે જ ગાળો આપનાર પ્રત્યે હું નફરત રાખતો નથી.
પણ પ્રેમ અને કરુણા હોવા છતાં, સર્પોને ગળે લગાડતા નથી. તેની પાસે જતા નથી. કારણકે તે કરડી ખાય. તેમ આવા લોકો પ્રત્યે પ્રેમ હોવા છતાં તેમને દૂર જ રાખવા પડે. એ આશાએ કે એક દિવસ તેવો પોતાનામાં રહેલી નફરતની વ્યર્થતા સમજી જશે...
આ વાત આજે હું ખૂબ મોડે મોડે સમજ્યો છું. એટલે જ આજથી નફરત ફેલાવનારને દુર કરવાના ચાલુ કર્યા. બીજો કોઈ વિકલ્પ ન રહ્યો. ગાળો, ધાકધમકીઓ, વગેરેનો સભ્યતાપૂર્વક જવાબ આપવા છતાં, તર્કો અને પુરાવાઓ આપવા છતાં, તેવો અંતે ગાળો બોલવા લાગતા. વારંવાર ઝેરી દાત ભરાવી કરડી ખાતા.
ધર્મ પરિવર્તન મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 17)
હું એવું વિચારતો હતો કે એક દિવસ તો તેમને જરૂર સત્ય સમજાશે. જાતિવાદી માનસિકતાના પાખંડનો અહેસાસ થશે. મને એમ હતું કે "માત્ર વિચારભેદ છે, પણ મનભેદ નથી."
પણ હું ખોટો હતો.. અને આ વાત મને મારા વિદ્યાર્થીએ સમજાવી. "સાહેબ, તમે સર્પને ગમે તેટલું દૂધ પીવડાવો, તો પણ તે કરડવાનો. એટલે તમે એવા લોકોને દૂર કરો તો જ સારું. તે તમને મિત્ર નથી માનતા. તેના માટે એવો દરેક વ્યક્તિ દુશ્મન છે, જે જાતિવાદની સામે, શોષણની સામે અવાજ ઉઠાવે. તમે આટલા વર્ષમાં આવા લોકોની એક પણ સારી કોમેન્ટ કે પોસ્ટ જોઈ?... તમે જવાબ આપવામાં તમારો સમય બગાડો છો. તેમને કોઈ જવાબ નથી જોતા."
જુદા જુદા પુસ્તકોનો પ્રભાવ મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 16)
અને મને પણ લાગ્યું કે આ સાચી વાત છે. અને એટલે જ સફાય અભિયાન ચલાવ્યું. નફરત નથી. કોઈ પ્રત્યે ક્યારેય મને નથી રહી. પણ યથાર્થનો સ્વીકાર કરવો રહ્યો. ઝેરી સર્પો ઘરમાં ન રખાય. તે જંગલમાં જ શોભે. ત્યાં જ તેનો કુદરતી નિવાસ છે.
HJR