ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે.IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
20 ઓવરમાં રાજસ્થાનની ટીમ 9 વિકેટમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ખિતાબ પોતાને નામ કરી દીધો છે.
હાર્દિક પંડ્યાએ માત્ર 4 ઓવરમાં જ કરી નાંખ્યો રમત, રાજસ્થાન રોયલ્સનો પરાજય માત્ર સૂરમા
શુભમન ગિલે સીક્સ મારીને ટીમને જીત અપાવી દીધી હતી. GTના હાર્દિક પંડ્યા આ મેચના હિરો સાબીત થયા છે. તેમણે ત્રણ વિકેટ લેવાની સાથે સાથે 34 રન પણ કર્યા છે. હાર્દિક પાંચમી વખત IPL ફાઈનલના હિરો બન્યા છે. આ પહેલાં ચાર વાર તેઓ મુંબઈ ચેમ્પિયન ટીમના ખેલાડી રહ્યા હતા.
ગુજરાત ટાઈટન્સ IPL ખિતાબ જીતનારી અત્યાર સુધીની 7મી ટીમ બની
ગુજરાત ટાઈટન્સે IPL ખિતાબ જીતનારી અત્યાર સુધીની 7મી ટીમ બની ગઈ છે. આ અગાઉ રાજસ્થાન રોયલ્સ (1 વખત), ચેન્નઈ સુપર કિંગ્સ (4 વખત), કોલકાતા નાઈટ રાઈડર્સ (2 વખત), મુંબઈ ઈન્ડિયન્સ (5 વખત), ડેક્કન ચાર્જર્સ (1 વખત) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (1 વખત) ખિતાબે જીત મેળવી છે. ફક્ત બીજી વખત કોઈ ટીમે પોતાની પ્રથમ સીઝનમાં ખિતાબ જીત્યો છે. આ અગાઉ રાજસ્થાન રોયલ્સે વર્ષ 2008માં વિક્રમ બનાવી ચુક્યું છે.
IPLની ફાઈનલમાં મેન ઓફ ધ મેચ બનેલા કેપ્ટનની યાદી
ગુજરાતની ખરાબ શરૂઆત
131 રનનો ટાર્ગેટ પૂરો કરવામાં ગુજરાતની ટીમની શરૂઆત સારી ના રહી. ઋદ્ધિમાન સાહા અને મેથ્યુ વેડ કઈ ખાસ કમાલ ના કરી શક્યા. પાવર-પ્લેમાં ટીમ માત્ર 31 રન જ કરી શકી. સાહાએ 5 રન અને મેથ્યુ વેડે માત્ર 8 જ રન કર્યા. સાહાને પ્રસિદ્ધ કૃષ્ણાએ ક્લિન બોલ્ડ કર્યો. જ્યારે મેથ્યુની વિકેટ ટ્રેટ બોલ્ડના ખાતામાં આવી છે. વેડનો કેચ રિયાન પરાગે લીધો છે.
બટલરના સૌથી વઘુ રન-હાર્દિકની સૌથી વધુ વિકેટ
રાજસ્થાન માટે સૌથી વધારે રન બટલરે બનાવ્યા છે. તેમણે 35 બોલમાં 39 રન કર્યા છે. જ્યારે ગુજરાત માટે સૌથી વધારે વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી છે. ગુજરાતના કેપ્ટને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતા. જ્યારે સાઈ કિશોરે 2 વિકેટ ઝડપી છે.
હાર્દિકની શાનદાર બોલિંગ
ગુજરાત કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન સામે ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લઈ લીધી છે. તેણે સંજૂ સૈમસન, જોસ બટલર અને શિમરન હેટમાયરની વિકેટ લીધી છે. ત્રણ બેટરમાં એક પણ ખેલાડી જો સારુ રમી જાત તો ગુજરાતની મુશ્કેલી વધી શકતી હતી. પહેલી જ ઓવરમાં હાર્દિકે શાનદાર બોલિંગ કરી અને તેની બોલિંગમાં કોઈ પણ બેટર મોટો શોટ ના મારી શક્યો.
બટલર ના કરી શક્યા સદી
આ સીઝનમાં અત્યાર સુધી ખૂબ સરસ રમેલા જોસ બટલર ફાઈનલમાં બહુ સારુ ના રમી શક્યા. તેમણે 35 બોલમાં 39 રન કરી શક્યા. તેમણે 5 ચોક્કા, હાર્દિકે પણ મેચમાં ખૂબ શાનદાર બોલિંગ કરી હતી. પહેલાં તેમણે સંજૂ સૈમસનને આઉટ કર્યા પછી બટલરની પણ વિકેટ લીધી.
રાશિદે ફાઈનલમાં રંગ રાખ્યો
ગુજરાત માટે રાશિદ ખાને ફાઈનલ મેચમાં ખૂબ સરસ બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 18 રન જ આપ્યા. તેમણે પચિક્કલને 2 રનમાં જ પેવેલિયન ભેગો કરી દીધો હતો.
ના ચાલ્યો સંજૂનો જાદુ
ગુજરાતના કેપ્ટન સંજૂ સૈમસેન ફરી એક વાર ફ્લોપ રહ્યા. તે 11 બોલમાં 14 રન બનાવી શક્યા. હાર્દિક પંડ્યાની ઓફ સ્ટંપથી ઘણી બહાર જતા બોલ પર સંજૂ શોટ મારવા માંગતા હતા. પરંતુ બોલને માત્ર બેટની કિનારી અહી અને સાઈ કિશોરે સૈમસેનનો શાનદાર કેચ પકડી લીધો.
યશસ્વીએ 16 બોલમાં 22 રન કર્યા
ગુજરાત માટે પહેલી ઓવર મોહમ્મદ શમીએ કરી અને કમાલની બોલિંગ કરતા માત્ર 2 રન જ આપ્યા. જોસ બટલ અને યશસ્વી જયસ્વારે આ ઓવરમાં કોઈ મોટો શ��ટ ન રમી શક્યા. ઓવરના છેલ્લા બોલે તો જયસ્વાલ ક્લીન બોલ્ડ થતાં થતાં બચ્યો હતો.
બીજી ઓવરમાં પણ રાજસ્થાનના બેટ્સમેન કોઈ મોટો શોટ રમી ન શક્યા. યશ દયાલની આ ઓવરમાં માત્ર 5 જ રન બન્યા હતા.પરંતુ તે પછી જયસ્વાલે ઝડપથી રન બનાવ્યા અને 16 બોલમાં 22 રનની ઈનિંગ રમી. તેમના બેટમાંથી 2 સીક્સ અને 1 બાઉન્ડ્રી નીકળી હતી. ચોથી ઓવરમાં યશ દયાલના શોર્ટ બોલમાં જયસ્વાલે મોટો શોટ રમવા જતા બાઉન્ડ્રી લાઈન પર સાઈ કિશોરે કેચ પકડી લીધો હતો.
બંને ટીમોની પ્લેઈંગ 11-