IPL 2023ની 38મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ હતી. પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 19.5 ઓવરમાં 201 રનમાં સમેટાઈ ગઈ હતી. અથર્વ તાયડેએ 36 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. આ પછી કોઈ બેટ્સમેન 40+ રન બનાવી શક્યો નહોતો. યશ ઠાકુરે 4 અને નવીન ઉલ હકે 3 વિકેટ ઝડપી હતી.
રેસલર્સ પ્રોટેસ્ટ: વિનેશે ક્રિકેટરો સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને આડેહાથ લીધા
આ જીત સાથે લખનઉના 8 મેચમાં 5 જીત અને ત્રણ હાર સાથે 10 પોઈન્ટ થઈ ગયા છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ બાદ ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ આઠમી મેચમાં પંજાબની આ ચોથી હાર હતી. ટીમ ચાર જીત અને આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. લખનૌ તેની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 1 મેના રોજ એકાના સ્ટેડિયમમાં રમશે. પંજાબને ચેપોકમાં 30 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાનું છે.
લખનૌએ પંજાબને 258 રનનો ટાર્ગેટ આપ્યો હતો
લખનૌએ પંજાબને 258 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. IPLના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. IPL ઇતિહાસમાં માત્ર બીજી વખત 250+નો સ્કોર થયો છે. IPLમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ રોયલ ચે��ેન્જર્સ બેંગ્લોરના નામે છે. તેણે 2013માં બેંગ્લોરમાં પુણે વોરિયર્સ સામે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 263 રન બનાવ્યા હતા. ત્રીજો સૌથી વધુ કુલ સ્કોર પણ બેંગ્લોરના નામે છે. 2016માં તેણે બેંગ્લોરમાં જ ગુજરાત લાયન્સ સામે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. લખનૌનો આ વ્યક્તિગત સૌથી મોટો સ્કોર પણ છે. તેમજ મોહાલીમાં IPLનો આ સૌથી મોટો સ્કોર પણ છે. અગાઉ 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ સામે મોહાલીમાં 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. આ સિઝનનો સૌથી મોટો સ્કોર પણ છે. આ સીઝનની શરૂઆતમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા સામે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા.
દિલ્હી નજીક ‘નવા જમતારા’ પર એક્શન, 2 લાખ મોબાઈલ નંબર બ્લોક
પંજાબ કિંગ્સની ઈનિંગ
201/10 (ઓવર 20): LSG પંજાબને 56 રને હરાવી પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચ્યું
199/9 (ઓવર 19): પંજાબની 9મી વિકેટ પડી, રબાડા ખાતું ખોલાવ્યા વિના નવીન-ઉલ-હકની ઓવરમાં આઉટ
193/8 (ઓવર 18): પંજાબ માટે આ ઓવર શાનદાર જઈ રહી હતી, પ્રથમ 2 બોલ પર 2 સિક્સ પણ આવી હતી, પરંતુ યશ ઠાકુરની ઓવરના 5મા બોલે જિતેશ શર્મા અને છેલ્લા બોલે રાહુલ ચહર આઉટ થયો
178/6 (ઓવર 17): પંજાબ કિંગ્સે 17 ઓવર પછી 6 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા છે. સેમ કરન 21 રન બનાવીને આઉટ, જીતેશ શર્માએ 6 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે, પંજાબને જીતવા માટે 18 બોલમાં 80 રનની જરૂર છે
166/5 (ઓવર 16): પંજાબ કિંગ્સની પાંચમી વિકેટ પડી, લિયામ લિવિંગસ્ટન 23 રન બનાવીને આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ તેને શિકાર બનાવ્યો હતો. ટીમને જીતવા માટે 28 બોલમાં 106 રન બનાવવાના છે
152/4 (ઓવર 15): અથર્વ તાયડે આઉટ થયા બાદ લિવિંગસ્ટોન અને સેમ કરન રમી રહ્યા છે, પંજાબ માટે જીતવું મુશ્કેલ છે
140/4 (ઓવર 14): પંજાબે 14 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 140 રન બનાવ્યા છે, પંજાબને જીતવા માટે હજુ 36 બોલમાં 118 રનની જરૂર છે
127/4 (ઓવર 13): પંજાબને ચોથો ઝટકો અથર્વ તાયડેના રૂપમાં લાગ્યો, અથર્વ 36 બોલમાં 66 રન બનાવીને રવિ બિશ્નોઈની ઓવરમાં આઉટ થયો
118/3 (ઓવર 12): પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ પડી, સિકંદર રઝા 22 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. યશ ઠાકુરે તેને પોતાનો શિકાર બનાવ્યો. પંજાબે 12 ઓવરમાં 118 રન બનાવ્યા છે
106/2 (ઓવર 11): રવિ બિશ્નોઈની આ ઓવરમાં એક ફોર અને સિક્સની મદદથી 13 રન આવ્યા, આ સાથે પંજાબનો સ્કોર 100 રનને પાર થયો છે
93/2 (ઓવર 10): યશ ઠાકુરની આ ઓવરમાં 9 રન આવ્યા, 10 ઓવર બાદ પંજાબનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 93 રન, હજુ જીતવા 60 બોલમાં 165 રનની જરૂર છે
84/2 (ઓવર 9): મિશ્રાની બીજી ઓવરમાં એક ફોરની મદદથી 8 રન આવ્યા, 9 ઓવર બાદ પંજાબનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 84 રન છે
76/2 (ઓવર 8): પંજાબ કિંગ્સે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા છે. તાયડે 43 રન અને સિકંદર રઝા 18 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને વચ્ચે 45 રનની ભાગીદારી થઈ છે. લખનૌના બોલરો વિકેટની તલાશમાં છે
70/2 (ઓવર 7): અમિત મિશ્રાની પહેલી ઓવર લખનૌને મોંઘી પડી, આ ઓવરમાં કુલ 15 રન આવ્યા
55/2 (ઓવર 6): 2 વિકેટ પડ્યા બાદ અથર્વ તાયડે શાનદાર બેટિંગ કરી છે. આ ખેલાડીએ માત્ર 16 બોલમાં 35 રન બનાવ્યા છે. પંજાબે પાવર પ્લેમાં 55 રન બનાવ્યા છે
47/2 (ઓવર 5): પંજાબ કિંગ્સે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા છે. અથર્વ 12 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. સિકંદર રઝા 1 રન બનાવીને રમી રહ્યો છે. ટીમને જીતવા માટે 90 બોલમાં 211 રનની જરૂર છે
31/2 (ઓવર 4): શિખર ધવન બાદ પ્રભસિમરન સિંહ પણ જલ્દી પેવેલિયન પરત ફર્યો છે. નવીન ઉલ હકે લખનૌને વધુ એક સફળતા અપાવી
26/1 (ઓવર 3): પંજાબ કિંગ્સે 3 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા છે. અથર્વ તાયડે 6 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી છે. પ્રભસિમરન સિંહ 5 રન બનાવીને રમી રહ્યો છે
7/1 (ઓવર 2): પંજાબ તરફથી બીજી ઓવર મેયર્સે નાખી, આ ઓવરમાં માત્ર 4 રન આવ્યા
3/1 (ઓવર 1): પંજાબનો કેપ્ટન શિખર ધવન છેલ્લી કેટલીક મેચોમાં ખભાની ઈજાથી સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ તેણે લખનૌ સામેની મેચમાં વાપસી કરી હતી પરંતુ પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો
લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગ
257/5 (ઓવર 20): LSGએ પંજાબને સિઝનનો સૌથી મોટો 258 રનનો ટાર્ગેટ આપ્યો
245/4 (ઓવર 19): લખનૌનો સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનીસ 40 બોલમાં શાનદાર 73 રન બનાવીને સેમ કરનની ઓવરમાં આઉટ
235/3 (ઓવર 18): લખનૌ સુપર જાયન્ટ્સે 18 ઓવરમાં 235 રન બનાવ્યા છે, પુરણ 17 બોલમાં 44 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટોઇનિસે 38 બોલમાં 69 રન બનાવ્યા છે
216/3 (ઓવર 17): લખનૌના બેટરોએ પંજાબના બોલરોની ઉધડા લીધા છે, જેના કારણે ટીમે 17 ઓવરમાં 216 રન બનાવી લીધા છે, પૂરન અને સ્ટોઈનિસ વચ્ચે અર્ધશતકીય ભાગીદારી થઈ છે
IPL 2023 : KKRની આ સિઝનમાં ત્રીજી જીત, RCBને 21 રને હરાવ્યું
200/3 (ઓવર 16): માર્કસ સ્ટોઈનિસે પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 31 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 50 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌ માટે આ બીજી અડધી સદી છે. લખનૌએ 200 રન પૂરા કર્યા છે
184/3 (ઓવર 15): લખનૌએ 15 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા છે. સ્ટોઇનિસ 29 બોલમાં 49 રન બનાવીને રમી રહ્યો છે. પુરણે 7 બોલમાં 19 રન બનાવ્યા છે
175/3 (ઓવર 14): કાયલ માયર્સ આઉટ થયા બાદ આયુષ બદોની અને માર્કસ સ્ટોઈનિસ શાનદાર બેટિંગ કરતા જોવા મળ્યા હતા. પરંતુ બદોની તેની અડધી સદી ચુક્યો હતો અને લિવિંગસ્ટનની ઓવરમાં 43 રન બનાવીને આઉટ, પૂરનની આવતાની સાથે જ હેટ્રિક ચોર
156/2 (ઓવર 13): લખનૌએ 13 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા છે. આયુષ બદોની 22 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટોઇનિસ 26 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 73 રનની ભાગીદારી થઈ છે
147/2 (ઓવર 12): સેમ કરનની ઓવરમાં એક સિક્સની મદદથી 11 રન આવ્યા, 12 ઓવર બાદ લખનૌનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 147 રન છે
136/2 (ઓવર 11): રાહુલ ચહરની ત્રીજી ઓવરમાં 1 ફોરની મદદથી 8 રન આવ્યા, બદોની 34 અને સ્ટોઈનિસ 30 રન બનાવીને રમી રહ્યા છે
128/2 (ઓવર 10): માર્કસ સ્ટોઈનિસ અને આયુષ બદોની વચ્ચે શાનદાર 25 બોલમાં અર્ધશતકીય ભાગીદારી થઈ ચુકી છે, લખનૌએ 10 ઓવરમાં 2 વિકેટના નુકશાન પર 128 રન બનાવી લીધા છે
111/2 (ઓવર 9): કાયલ માયર્સની વિકેટ બાદ માર્કસ સ્ટોઈનિસ અને આયુષ બદોનીએ મોર્ચો સંભાળ્યો છે. સ્ટોઈનિસ 11 બોલમાં 16 રન અને બદોની 13 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યા છે
107/2 (ઓવર 8): લખનૌ સુપર જાયન્ટ્સે 2 વિકેટના નુકશાન પર 100 રન પૂરા કર્યા છે, ગુરનૂરની આ ઓવર ખર્ચાળ રહી, 8મી ઓવરમાં 24 રન આવ્યા
83/2 (ઓવર 7): લખનૌ સુપર જાયન્ટ્સે 7 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા છે. આયુષ બદોની 7 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. માર્કસ સ્ટોઇનિસ 3 રન બનાવીને ક્રિઝ પર છે. પંજાબ માટે રબાડાએ 2 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી છે.
74/2 (ઓવર 6): લખનૌ માટે તોફાની બેટિંગ કરતા મેયર્સે તેની અડધી સદી પૂરી કરી હતી. તેણે 20 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા, બાદમાં આજ ઓવરમાં રબાડાએ તેને આઉટ કર્યો હતો
62/1 (ઓવર 5): લખનૌએ 5 ઓવર પછી 1 વિકેટના નુકસાન સાથે 62 રન બનાવ્યા છે. મેયર્સ 18 બોલમાં 44 રન બનાવીને રમી રહ્યો છે. આયુષ 4 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબ માટે રબાડાએ 1 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી છે
45/1 (ઓવર 4): કાગિસો રબાડા પંજાબમાં પરત ફર્યો છે. તેણે આવતાની સાથે જ શાર્પ બોલિંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. રબાડાએ પહેલી જ ઓવરમાં કેએલ રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો
35/0 (ઓવર 3): લખનૌ સુપર જાયન્ટ્સે 3 ઓવરમાં કુલ 35 રન બનાવ્યા છે. આ ઓવરમાં ટીમે 16 રન બનાવ્યા. મેયર્સ 12 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. રાહુલે 6 રન બનાવીને રમી રહ્યો છે
19/0 (ઓવર 2): પંજાબ માટે બીજી ઓવર અર્શદીપ સિંહે નાખી, આ ઓવરમાં કાયલ મેયર્સની 4 ફોરની મદદથી 17 રન આવ્યા
2/0 (ઓવર 1): કેએલ રાહુલ અને કાયલ મેયર્સ લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઓપનિંગ કરી રહ્યા છે. પંજાબ કિંગ્સે પ્રથમ ઓવર ગુરનૂરને આપી હતી, પ્રથમ ઓવરમાં માત્ર 2 રન આવ્યા, બંને ઓપનરોએ ખાતું ખોલ્યું
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનુ નિધન
લખનૌ સામે પંજાબે ટોસ જીતી બોલિંગ લીધી હતી
પંજાબે લખનૌ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પંજાબના કેપ્ટન શિખર ધવનની વાપસી થઈ હતી. લખનૌના કેપ્ટન કેએલ રાહુલે પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
પંજાબ કિંગ્સ: અથર્વ તાઈડે, શિખર ધવન(કેપ્ટન), સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, જીતેશ શર્મા(વિકેટકીપર), શાહરૂખ ખાન, કાગીસો રબાડા, રાહુલ ચાહર, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ
લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, યશ ઠાકુર