IPLની 14મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવ્યું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ જીત સાથે સનરાઇઝર્સે સિઝનમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. ત્રણ મેચમાં આ તેની પ્રથમ જીત છે. બીજી તરફ પંજાબને ત્રણ મેચમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવીને મોટી જીત મેળવી હતી. મેચમાં હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે 20 ઓવરમાં નવ વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સની ટીમે 17.1 ઓવરમાં બે વિકેટે 145 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
સનરાઇઝર્સ તરફથી રાહુલ ત્રિપાઠીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 48 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્ટન એડન માર્કરમ 21 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે છ ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રિપાઠી અને માર્કરામે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. મયંક અગ્રવાલ 20 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. હેરી બ્રુકે 14 બોલમાં 13 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને રાહુલ ચહરે એક-એક વિકેટ લીધી હતી.
શિખર ધવનના અ��નમ 99 રનની મદદથી પંજાબની ટીમે નવ વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. ધવન સિવાય માત્ર સેમ કરન જ ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો. સેમ કરને 22 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી મયંક માર્કંડેએ 4, ઉમરાન મલિક અને માર્કો જાનસેને બે-બે વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારને એક વિકેટ મળી હતી. ધવન ચોક્કસપણે આ મેચમાં સદી ચૂકી ગયો હતો, પરંતુ તેના અણનમ 99 રનના કારણે તેણે પંજાબ કિંગ્સને લડત આપી શકાય તેવા સ્કોર સુધી પહોંચાડ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગ
ઓવર 18ઃ સનરાઇઝર્સની ટીમે 17.1 ઓવરમાં બે વિકેટે 145 રન બનાવીને મેચ જીતી લીધી
ઓવર 17ઃ નાથન એલિસની ઓવરમાં માર્કરમની શાનદાર બેટિંગ, 4 ફોર ફટકારી, હૈદરાબાદને જીતવા માટે માત્ર 3 રનની જરૂર
ઓવર 16ઃ હૈદરાબાદની ધીમે ધીમે જીત તરફ કૂચ, હવે માત્ર 24 બોલમાં 20 રનની જરૂર છે, રાહુલ ત્રિપાઠી 46 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે માર્કરમે 16 બોલમાં 21 રન બનાવ્યા છે
ઓવર 15ઃ મોહિત રાઠીની ઓવરમાં માર્કરમની ફોર બાદ ત્રિપાઠીની સિક્સ અને 2 ફોર, 15 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 118 રન
ઓવર 14ઃ અર્શદીપની ત્રીજી ઓવરમાં માત્ર 3 રન આવ્યા, ત્રિપાઠી 51 અને માર્કરમ 12 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 13ઃ રાહુલ ત્રિપાઠીએ 35 બોલમાં ફિફ્ટી ફટકારી, હૈદરાબાદને જીતવા 42 બોલમાં 50 રનની જરૂર
ઓવર 12ઃ હૈદરાબાદને જીતવા 48 બોલમાં 58 રનની જરૂર, 12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 86 રન
ઓવર 11: રાહુલ ચહરની ઓવરમાં ત્રિપાઠીની 2 ફોર, 11મી ઓવરમાં 11 રન આવ્યા
ઓવર 10: રાહુલ ત્રિપાઠીનો બાજી સાંભળવાનો પ્રયાસ, ચોગ્ગાની હેટ્રિક ફટકારી
ઓવર 9: રાહુલ ચહેરે મયંક અગ્રવાલની વિકેટ લીધી. SRHનો સ્કોર 2 વિકેટ ગુમાવી 54 રન
ઓવર 8: સતત બીજી ઓવરમાં પંજાબે હૈદરાબાદની ટીમને કંટ્રોલમાં રાખી. આ ઓવરમાં માત્ર 3 રન મળ્યા.
ઓવર 7ઃ રાહુલ ચહરની ઓવરમાં હૈદરાબાદને 6 રન મળ્યા.
ઓવર 6ઃ હૈદરાબાદની સારી શરૂઆત, પાવરપ્લે બાદ સ્કોર 34/1, હૈદરાબાદને જીતવા 84 બોલમાં 110 રનની જરૂર
ઓવર 5ઃ હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટના નુકશાન પર 30 રન બનાવી લીધા છે, અગ્રવાલ 16 અને રાહુલ ત્રિપાઠી 1 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 4ઃ અર્શદીપની ઓવરમાં બ્રુકના પહેલા 2 બોલ પર 2 ચોગ્ગા, બાદમાં 5મા બોલે આઉટ, બ્રુકે 14 બોલમાં 13 રન બનાવ્યા
ઓવર 3ઃ હરપ્રીત બ્રારે ત્રીજી ઓવર નાખી, જેમાં 6 રન આવ્યા, મયંક અગ્રવાલ 14 અને હેરી બ્રુક 5 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 2ઃ મયંક અગ્રવાલે પણ ચોગ્ગો મારી ખાતું ખોલાવ્યું, 2 ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર વિના વિકેટે 13 રન
ઓવર 1ઃ મયંક અગ્રવાલ અને હેરી બ્રુકે હૈદરાબાદની ઈનિંગની શરૂઆત કરી, પંજાબ તરફથી સેમ કરનની પહેલી ઓવર, હેરી બ્રુકે પહેલા બોલે ફોર મારી ખાતું ખોલ્યું
પંજાબ કિંગ્સની ઈનિંગઃ
ઓવર 20ઃ પંજાબ સામે હૈદરાબાદને જીતવા 144 રનનો ટાર્ગેટ, શિખર ધવનના 66 બોલમાં અણનમ 99 રન
ઓવર 19ઃ ભુવનેશ્વરની ઓવરમાં ત્રીજા અને ચોથા બોલે ફોર, ગબ્બર શતકની નજીક, ધવન 91 રન બનાવી રમી રહ્યો છે
ઓવર 18ઃ ગબ્બરની ફટકાબાજી, 18મી ઓવરમાં 17 રન આવ્યા
ઓવર 17ઃ ભુવનેશ્વરની ઓવરમાં બીજા બોલે ધવનની ફોર, 19મી ઓવરમાં 8 રન આવ્યા
ઓવર 16ઃ શિખર ધવનની કપ્તાની ઈનિંગ, 42 બોલમાં ફિફ્ટી ફટકારી, 16મી ઓવરમાં 13 રન આવ્યા, ધવનની શાનદાર બેટિંગના સહારે પંજાબે 100 રન પાર કર્યા
ઓવર 15ઃ પંજાબની નવમી વિકેટ પડી, નાથન એલિસ ખાતુ ખોલાવ્યા વિના આઉટ
ઓવર 14ઃ ઉમરાન મલિકની ઓવરમાં 5 રન આવ્યા, શિખર ધવન 42 રન બનાવી રમી રહ્યો છે, નાથન એલિસે હજુ ખાતુ ખોલાવ્યું નથી
ઓવર 13ઃ રાહુલ ચહર પણ આઉટ, છેલ્લી પાંચ ઓવરમાં 5 વિકેટ પડી, માર્કંડેએ રાહુલ ચહરની વિકેટ લીધી
ઓવર 12ઃ પંજાબ મુશ્કેલીમાં, કપ્તાન સિવાય ટોપ ઓર્ડર ફ્લોપ, 12 ઓવર બાદ પંજાબનો સ્કોર 7 વિકેટે 77 રન, ઉમરાન મલિકે હૈદરાબાદને 7મી સફળતા અપાવી, હરપ્રીત બ્રાર માત્ર 1 રન બનાવીને ઉમરાન મલિકના હાથે બોલ્ડ થયો
ઓવર 11ઃ પંજાબ કિંગ્સની છઠ્ઠી વિકેટ પડી, શાહરૂખ ખાન 3 બોલમાં 4 રન બનાવીને આઉટ, માર્કંડેએ તેને શિકાર બનાવ્યો. આ તેની બીજી વિકેટ હતી. પંજાબે 10.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 74 રન બનાવ્યા
ઓવર 10ઃ ઉમરાન મલિકે તેની પહેલી ઓવરમાં જ વિકેટ ઝડપી, સિકંદર રાજા 5 રન બનાવી આઉટ, 69 રનના સ્કોર પર પંજાબની અડધી ટીમ પેવેલિયન પરત ફરી, 10 ઓવર બાદ સ્કોર 73/5
ઓવર 9ઃ ભુવનેશ્વરે હૈદરાબાદને ચોથી ���ફળતા અપાવી, સેમ કરન 15 બોલમાં 22 રન બનાવી આઉટ
ઓવર 8ઃ નટરાજનની ઓવરમાં ધવનની 2 ફોર સાથે 8મી ઓવરમાં 11 રન આવ્યા, 8 ઓવર બાદ પંજાબનો સ્કોર 3 વિકેટે 58 રન
ઓવર 7ઃ પંજાબે 7મી ઓવરમાં 6 રન બનાવ્યા, શિખર ધવન 22 અને સેમ કરન 17 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 6ઃ પંજાબની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી, 6 ઓવર બાદ પંજાબનો સ્કોર 3 વિકેટે 41 રન
ઓવર 5ઃ નટરાજને 5મી ઓવર નાખી, જેમાં 8 રન આવ્યા, શિખર ધવન 21 અને સેમ કરન 1 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 4ઃ માર્કો જેન્સનની વધુ એક સફળ ઓવર, હૈદરાબાદને ત્રીજી સફળતા અપાવી, જીતેશ શર્માં 4 રન બનાવી આઉટ, પંજાબ કિંગ્સને 22ના કુલ સ્કોર પર ત્રીજી વિકેટ પડી
ઓવર 3ઃ ભુવનેશ્વરની બીજી ઓવરમાં શિખર ધવનની 2 ફોર, ધવન 14 અને જીતેશ શર્મા 4 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 2ઃ પંજાબને બીજી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો, મેથ્યુ શોર્ટ 1 રન બનાવીને આઉટ, માર્કો જેન્સને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો
ઓવર 1ઃ હૈદરાબાદને પહેલા જ બોલે સફળતા મળી, પ્રભસિમરન સિંહ શૂન્ય પર આઉટ, ભુવનેશ્વરે પહેલા જ બોલે LBW આઉટ કર્યો
બંને ટીમોની પ્લેઈંગ-11:
હૈદરાબાદ પ્લેઈંગ-11: મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ(કેપ્ટન), હેનરિક ક્લાસેન(વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ટી નટરાજન
પંજાબ કિંગ્સ પ્લેઇંગ 11: શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, સેમ કરન, નાથન એલિસ, મોહિત રાઠી, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ