લખનૌની બીજી જીત, હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું. IPLની 16મી સિઝનની 10મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. સનરાઇઝર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા લખનૌ સુપર જાયન્ટ્સને આસાન ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન બનાવ્યા હતા. લખનૌને 122 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેના માટે રાહુલ ત્રિપાઠીએ 41 બોલમાં સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. અનમોલપ્રીત સિંહે 26 બોલમાં 31 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદ 10 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 16 રન બનાવ્યા હતા.
આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી શકે છે. હૈદરાબાદ માટે એક સારા સમાચાર છે. આ મેચમાં ટીમનો કેપ્ટન એડન માર્કરમ પરત ફર્યો છે. આંતરરાષ્ટ્રીય મેચોને કારણે તે શરૂઆતની મેચમાં રમી શક્યો ન હતો. હૈદરાબાદને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, લખનૌએ એક મેચ જીતી હતી અને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ લખનૌએ ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી. તેણે તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું હતું. જોકે આ પછી તેને બીજી મેચમાં હારનો સામનો કરવ��� પડ્યો હતો. લખનૌને ચેન્નાઈ સુપર કિંગ્સે 12 રને હરાવ્યું હતું.
લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગઃ
ઓવર 16ઃ લખનૌની બીજી જીત, હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું
ઓવર 15ઃ આદિલ રશીદની ઓવરના પહેલા બોલે રાહુલ આઉટ થયા બાદ બીજા બોલે શેફર્ડ આઉટ
ઓવર 14ઃ ફારુકીની ઓવરમાં ચોથા બોલે સ્ટોઈનિશે ચોગ્ગો ફટકાર્યો, લખનૌને જીતવા 36 બોલમાં 8 રનની જરૂર
ઓવર 13ઃ ઉમરાન મલિકે હૈદરાબાદને ત્રીજી સફળતા અપાવી, કૃણાલ પંડ્યા 34 રન બનાવી આઉટ
ઓવર 12ઃ લખનૌને જીતવા 48 બોલમાં 26 રનની જરૂર, 12 ઓવર બાદ લખનૌનો સ્કોર 96/2
ઓવર 11ઃ ઉમરાન મલિકે તેની પ્રથમ ઓવર નાખી, જેમાં 9 રન આવ્યા, રાહુલ 31 અને કૃણાલ પંડ્યા 28 બનાવી રમી રહ્યા છે
ઓવર 10: ટી નટરાજનની ઓવરમાં LSGને મળ્યા 10 રન, સ્કોર 82/2
ઓવર 9: આદીલ રશીદની ઓવરમાં છેલ્લા બોલે કૃણાલ પંડ્યાએ સિક્સ ફટકારી, જીત માટે LSGને 50 રનની જરૂર
ઓવર 8: મક્કમ ગતિએ સ્કોર તરફ આગળ વધતી LSG, એક 4ની મદદથી સ્કોર 63/2
ઓવર 7ઃ આદીલ રશીદના બીજા બોલ પર રાહુલે ફોર ફટકારી, આ ઓવરમાં 10 રન મળ્યા.
ઓવર 6ઃ હૈદરાબાદને બીજી સફળતા, દીપક હુડા 7 રન બનાવી આઉટ, પાવરપ્લે બાદ લખનૌનો સ્કોર 45/2
ઓવર 5ઃ હૈદરાબાદને પહેલી સફળતા, કાયલ માયર્સ 13 રન બનાવી આઉટ, હૈદરાબાદે 5 ઓવરના અંતે 1 વિકેટે 39 રન
ઓવર 4ઃ માર્કરમની ઓવરમાં ત્રીજા બોલે રાહુલે ચોગો ફટકાર્યો, માયર્સ 13 અને રાહુલ 17 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 3ઃ ફારુકીની ઓવરમાં 5મા બોલે માયર્સે ફાર ફટકાર્યો, 3 ઓવર લખનૌનો બાદ સ્કોર 29/0
ઓવર 2ઃ સુંદરની ઓવરમાં પહેલા બોલે જ રાહુલે ફોર ફટકારી, 5મા બોલે માયર્સે ફોર મારી, 2 ઓવર બાદ લખનૌનો સ્કોર 24/0
ઓવર 1ઃ 122 રનના ટાર્ગેટનો પીછો કરતા લખનૌએ ઈનિંગની શરૂઆત કરી, લખનૌના ઓપનર રાહુલ અને કાયલ માયર્સ ક્રીઝ પર, ભુવનેશ્વરની પહેલી ઓવરમાં 13 રન આવ્યા
સનરાઇઝર્સ હૈદરાબાદની ઈનિંગઃ
ઓવર 20ઃ હૈદરાબાદ સામે લખનૌને જીતવા 122 રનનો ટાર્ગેટ, હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન બનાવ્યા
ઓવર 19ઃ મિશ્રાની એક ઓવરમાં 2 વિકેટ, પહેલા સુંદર અને બાદમાં આદિલ રશિદને આઉટ કર્યો
ઓવર 18ઃ યશ ઠાકુરે લખનૌને 5મી સફળતા અપાવી, રાહુલ ત્રિપાઠી 35 રન બનાવી આઉટ, હૈદરાબાદની અડધી ટીમ પેવેલિયન પરત ફરી
ઓવર 17ઃ મિશ્રાએ તેની ત્રીજી ઓવરમાં 8 રન આપ્યા, રાહુલ 33 અને સુંદર 14 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 16ઃ કૃણાલ પંડ્યાએ વધુ એક સફળ ઓવર સાથે પોતાનો સ્પેલ ખતમ કર્યો, તેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપી 3 વિકેટ ઝડપી
ઓવર 15ઃ મિશ્રાની બીજી ઓવરમાં પહેલા પાંચ બોલ પર માત્ર 3 રન આવ્યા બાદ છેલ્લા બોલે ત્રિપાઠીએ ફોર મારી
ઓવર 14ઃ બિશ્નનોઈની વધુ એક સફળ ઓવર સમાપ્ત, 14મી ઓવરમાં માત્ર 4 રન આવ્યા, હૈદરાબાદે 14 ઓવર બાદ 4 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા. રાહુલ ત્રિપાઠી 29 બોલમાં 23 રન અને વોશિંગ્ટન સુંદર 9 રને રમી રહ્યા છે.
ઓવર 13ઃ અમિત મિશ્રાની પહેલી ઓવરમાં 3 રન આવ્યા,રાહુલ ત્રિપાઠી સિવાય હૈદરાબાદનો ટોપ ઓર્ડર ફ્લોપ
ઓવર 12ઃ હૈદરાબાદે 12 ઓવરમાં 4 વિકેટે 69 રન બનાવ્યા, લખનૌ તરફથી અત્યાર સુધીમાં કૃણાલ પંડ્યાએ 3 અને રવિ બિશ્નોઈએ 1 વિકેટ ઝડપી છે
ઓવર 11ઃ બિશ્નનોઈએ 11મી ઓવરમાં માત્ર 2 રન આપ્યા, ત્રિપાઠી 19 અને સુંદર 3 રન બનાવી રમી રહ્યા છે
ઓવર 10ઃ લખનૌ તરફથી 10મી ઓવર દીપક હુડાએ કરી હતી. જેમાં 8 રન આવ્યા. 10 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 63/4
ઓવર 9ઃ રવિ બિશ્નોઈએ સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝટકો આપ્યો છે. તેણે હેરી બ્રુકને નવમી ઓવરના છેલ્લા બોલ પર આઉટ કર્યો હતો. તે ચાર બોલમાં માત્ર 3 રન જ બનાવી શક્યો હતો. સનરાઇઝર્સે નવ ઓવરમાં ચાર વિકેટે 55 રન બનાવ્યા છે.
ઓવર 8ઃ કૃણાલ પંડ્યાએ લખનૌને અપાવી બીજી સફળતા, અનમોલપ્રીત સિંહ 31 રન બનાવી આઉટ, પંડ્યાએ હૈદરાબાદના કેપ્ટન માર્કરમને પહેલા જ બોલે આઉટ કર્યો
ઓવર 7ઃ રવિ બિશ્નોઈની ઓવરમાં માત્ર 5 રન આવ્યા
ઓવર 6ઃ પાવરપ્લે બાદ હૈદરાબાદે 1 વિકેટના નુકસાન પર 43 રન બનાવ્યા છે. અનમોલપ્રીત સિંહ 27 રન અને રાહુલ ત્રિપાઠી 7 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 5ઃ કૃણાલ પંડ્યાની ઓવરમાં અનમોલપ્રીતે 2 ફોર ફટકારી, સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવર બાદ 33 રન બનાવ્યા.
ઓવર 4ઃ સનરાઇઝર્સ હૈદરાબાદે 4 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 23 રન બનાવ્યા હતા. અનમોલપ્રીત સિંહ 13 બોલમાં 14 રન અને રાહુલ ત્રિપાઠી 1 રન બનાવી રહ્યો છે.
ઓવર 3ઃ કૃણાલ પંડ્યાએ લખનૌને અપાવી પહેલી સફળતા, મયંક અગ્રવાલ 8 રન બનાવી આઉટ
ઓવર 2ઃ બીજી ઓવરના છેલ્લા બોલે અનમોલપ્રીતે સિક્સ ફટકારી, 2 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 15/0
ઓવર 1ઃ હૈદરાબાદના મયંક અગ્રવાલ અને અનમોલપ્રીતે ઈનિંગની શરૂઆત કરી, લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી પ્રથમ ઓવર કાયલ મેયર્સે કરી જેમાં 5 રન આવ્યા
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનઃ
લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ.
સનરાઇઝર્સ હૈદરાબાદ: મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ(વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ(કેપ્ટન), હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક, આદિલ રશીદ.