IPL 2023ની નવમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રનથી હરાવ્યું છે. RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 204 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 123 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.
KKRએ IPL 2023માં જીતનું ખાતું ખોલાવ્યું છે. RCBને 81 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે સાત વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. તો રિંકુ સિંહે 46 રનની ઇનિંગ રમી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે કોલકાતાની ટીમ 200થી વધુ રન બનાવી શકી હતી. રહેમાનુલ્લા ગુરબાઝે પણ 57 રનની ઇનિંગ રમી હતી. આ ત્રણ સિવાય કોલકાતાનો કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. બેંગ્લોર તરફથી ડેવિડ વિલી અને કર્ણ શર્માએ બે-બે વિકેટ લીધી હતી.
IPL 2023ની નવમી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. IPLમાં બે વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો આજે IPL મેચમાં ફોર્મમાં રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. કોલકાતા તેના મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીને કારણે સંતુલિત ટીમ તૈયાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ આ મેચમાં તે હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવીને જીતના ટ્રેક પર પરત ફરવા માંગશે. આ સિઝનમાં KKRની શરૂઆત ખરાબ રહી છે. ટીમને મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે તેની શરૂઆતી મેચ સાત રનથી હારવી પડી હતી.
ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પારિવારિક કારણોસર IPLની વર્તમાન સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેના સિવાય ટીમના નિયમિત સુકાની શ��રેયસ અય્યર પણ બહાર છે. KKRની કપ્તાની નીતિશ રાણા કરી રહ્યો છે. લગભગ ચાર વર્ષ બાદ KKR ટીમ પોતાની હોમ મેચ રમશે અને આ દરમિયાન ટીમના માલિક શાહરૂખ ખાન પણ હાજર રહી શકે છે. KKR એ તેમની છેલ્લી મેચ 28 એપ્રિલ, 2019ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમી હતી જેમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સને 34 રનથી હરાવ્યું હતું.
RCBની ઈનિંગઃ
ઓવર 18ઃ
ઓવર 17ઃ આકાશ દીપ અને વિલીની ફટકાબાજી, 17મી ઓવરમાં 12 આવ્યા, બંન્ને વચ્ચે 15 બોલમાં 25 રનની ભાગીદારી
ઓવર 16ઃ નારાયણની ઓવરમાં 7 રન આવ્યા, KKR જીતથી એક ડગલું દૂર
ઓવર 15ઃ RCBની નવમી વિકેટ પડી, કર્ણ શર્મા આઉટ
ઓવર 14ઃ ઠાકુરની ઓવરમાં 9 રન આવ્યા, વિલીની એક ફોર, RCBને જીતવા 36 બોલમાં 110 રનની જરૂર
ઓવર 13ઃ RCBની સાતમી વિકેટ પડી, રાવત 1 રન બનાવીને આઉટ, સુયેશની IPLમાં પહેલી વિકેટ, દિનેશ કાર્તિક પણ આઉટ
ઓવર 12ઃ KKRની ઘાતક બોલિંગ સામે RCB ઘૂંટણીએ, RCBને જીતવા 48 બોલમાં 121 રનની જરૂર
ઓવર 11ઃ સુયેશની ઓવરમાં બ્રેસવેલે સિક્સ ફટકારી, આ ઓવરમાં કુલ 9 રન આવ્યા
ઓવર 10ઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 60 બોલમાં 136 રનની જરૂર છે. બ્રેસવેલ 12 અને કાર્તિક 2 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 9ઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પાંચમી વિકેટ પડી. શાહબાઝ અહેમદ 1 રન બનાવીને આઉટ થયો. સુનીલ નરેને તેને આઉટ કર્યો હતો
ઓવર 8ઃ વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી. ગ્લેન મેક્સવેલ બાદ ચક્રવર્તીએ પોતાની ઓવરના ચોથા બોલ પર હર્ષલ પટેલને બોલ્ડ કર્યો હતો.
ઓવર 7ઃ સુનીલ નારાયણની ઓવરમાં માત્ર 3 રન આવ્યા
ઓવર 6ઃ RCBની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં જ ઓપનર આઉટ
ઓવર 5ઃ KKRને પહેલી સફળતા, કોહલી 21 રન બનાવી આઉટ, સુનીલ નારાયણ લીધી વિકેટ
ઓવર 4ઃ સાઉથીની ઓવરમાં કોહલી અને ડુપ્લેસિસની ફટકાબાજી, 4 ઓવર બાદ સ્કોર 42/0
ઓવર 3ઃ 12 બોલમાં 13 રન બનાવી કોહલી રમી રહ્યો છે, ડુપ્લેસિસ 6 બોલમાં 6 રન બનાવી રમી રહ્યો છે
ઓવર 2ઃ બે ઓવરના અંતે ટીમનો સ્કોર 12 રન
ઓવર 1ઃ કોહલી અને ડુપ્લેસિસે RCBની ઈનિંગની શરૂઆત કરી, કોહલીએ પહેલી જ ઓવરમાં 2 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા.
KKRની ઈનિંગઃ
ઓવર 20ઃ લોર્ડ ઠાકુરે KKRને ઉગાર્યું, RCBને 205 રનનો ટાર્ગેટ, પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે સાત વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા
ઓવર 19ઃ ઠાકુરની સાથે સાથે રિંકુ સિંહની પણ ધમાકેદાર બેટિંગ, RCBના બોલરો ઠાકુર-રિંકુ સામે ઘૂંટણીએ, બંન્ને વચ્ચે 45 બોલમાં શતકીય ભાગીદારી
ઓવર 18ઃ લોર્ડ ઠાકુરની તોફાની ઈનિંગ યથાવત, 18મી ઓવરમાં 15 રન આવ્યા
ઓવર 17ઃ શાર્દુલ ઠાકુરે 20 બોલમાં અડધી સદી ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 150ની પાર પહોંચાડ્યો છે. શાર્દુલ ઠાકુરની વર્તમાન સિઝનમાં આ સંયુક્ત સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલા જોસ બટલરે પણ 20 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ઓવર 16ઃ શાર્દુલ ઠાકુર 19 બોલમાં 47 રન જ્યારે રિંકુ સિંહ 21 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યા છે. KKRએ આ રીતે શાનદાર વાપસી કરી છે
ઓવર 15ઃ ઠાકુર ઓન ફાયર, ઠાકુર અને રિંકુ સિંહ વચ્ચે 21 બોલમાં ધમાકેદાર 50 રનની ભાગીદારી, 15 ઓવર બાદ KKRનો સ્કોર 140/5
ઓવર 14ઃ કોલકાતા નાઈટ રાઈડર્સે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા છે. શાર્દુલ ઠાકુર 11 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. રિંકુ સિંહે 18 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 35 રનની ભાગીદારી થઈ છે.
ઓવર 13ઃ શાર્દુલની આવતાની સાથે જ ધમાકેદાર બેટિંગ, 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 8 બોલમાં 21 રન બનાવી રમી રહ્યો છે
ઓવર 12ઃ કોલકાતાના નાઈટ રાઈડર્સ મુશ્કેલીમાં, ગુરબાઝ બાદ રસેલ આઉટ, 12 ઓવર બાદ KKRનો સ્કોર 90/4, કર્ણ શર્માની સતત 2 વિકેટ
ઓવર 11ઃ બોલિંગ હર્ષલ પટેલની એન્ટ્રી, 11મી ઓવરમાં 8 રન આવ્યા
ઓવર 10ઃ રહેમાનુલ્લા ગુરબાઝની શાનદાર ફિફ્ટી, 38 બોલમાં 53 રન, શાહરૂખ ખાન પણ મેચ જોવા પહોંચ્યો ઈડન ગાર્ડન
ઓવર 9ઃ ગુરબાઝની ધમાકેદાર બેટિંગ, બ્રેસવેલની ઓવરમાં એક સિક્સ અને બાઉન્ડરી ફટકારી, 36 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 8ઃ કોલકાતાએ 8 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા છે. રહેમાનુલ્લા ગુરબાઝ 32 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે. રિંકુ સિંહ 2 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 7ઃ બ્રેસવેલની પહેલા બોલે જ વિકેટ, કપ્તાન નીતિશ રાણા 1 રન બનાવી આઉટ, આ ઓવરમાં માત્ર 3 રન આવ્યા
ઓવર 6ઃ KKRની ખરાબ શરૂઆત, પાવરપ્લે બાદ KKRનો સ્કોર 47/2
ઓવર 5ઃ ગુરબાઝે આકાશ દીપની ઓવરના બીજા બોલે સિક્સ ફટકારી, તો 5મા બોલે ચોગ્ગો ફટકાર્યો, 5મી ઓવર ખર્ચાળ રહી, આ એવરમાં કુલ 15 રન આવ્યા
ઓવર 4ઃ ડેવિડ વિલીની ઘાતક બોલિંગ, સતત 2 બાલમાં 2 વિકેટ ઝડપી, ઓવરના બીજા બોલ પર ઐયર તો ત્રીજા બોલે મનદીપસિંહને આઉટ કર્યો
ઓવર 3ઃ કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ 3 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 26 રન બનાવી લીધા છે. રહેમાનુલ્લા ગુરબાઝ 13 રન, જ્યારે વેંકટેશ અય્યર 3 રન બનાવીને રમી રહ્યા છે
ઓવર 2ઃ RCB તરફથી બીજી ઓવર ડેવિડ વિલીએ કરી, જેમાં માત્ર 3 રન આવ્યા
ઓવર 1ઃ કોલકાતા નાઈટ રાઈડર્સની બેટિંગ શરૂ, વેંકટેશ અય્યર અને રહેમાનુલ્લા ક્રિઝ પર, સિરાજે પ્રથમ ઓવરમાં 9 રન આપ્યા
બંને ટીમોની પ્લેઇંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ: મનદીપ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, શાહબાઝ અહેમદ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ