વૈશ્વિક રાજદ્વારી સ્તરે એક એવી ઘટના બની છે જે મજાકથી ઓછી નથી. બળાત્કારનો આરોપી અને પોતાને ભગવાનનો દરજ્જો આપનાર નિત્યાનંદ દ્વારા સ્થાપિત કાલ્પનિક દેશ 'કૈલાશા'ના એક પ્રતિનિધિ UN બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં ભારત વિરૂધ ઝેર ઓકવામાં કોઈ કરસ બાકી રાખવામાં આવી ન હતી. કૈલાશના પ્રતિનિધિએ કહ્યું હતું કે, નિત્યાનંદ 'હિંદુ ધર્મમાં સર્વોચ્ચ શિક્ષક' છે અને તેમની પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. યુએનની બેઠકમાં નિત્યાનંદને સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે.
નિત્યાનંદનો પક્ષ રાખવા માટે મા વિજયપ્રિયા નિત્યાનંદ નામની એક મહિલાએ UNની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો (CESR)ની 19મી બેઠકમાં હાજરી આપી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે, ભારત 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાશ'ના સ્થાપક નિત્યાનંદ પર અત્યાચાર કરી રહ્યું છે. . કૈલાશને હિંદુ ધર્મના પ્રથમ સાર્વભૌમ રાજ્ય તરીકે વર્ણવતા વિજયપ્રિયાએ રાષ્ટ્રીય સમુદાયને કૈલાશા અને નિત્યાનંદના 20 લાખ હિંદુ વસાહતીઓ પર થતા જુલમને રોકવા માટે હાકલ કરી હતી.
શું UNએ માન્યતા આપી
બેઠકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે 150 દેશોમાં દૂતાવાસ અને એનજીઓની સ્થાપના કરી છે. જો કે, કૈલાશને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા મળી છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. અને જો માન્યતા મળી હોય તો નિત્યાનંદને કઈ પ્રક્રિયાથી કાલ્પનિક દેશના રાજા બનાવવામાં આવ્યા? નિત્યાનંદને જાતીય સતામણીના આરોપમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. નવેમ્બર 2019માં ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે તે ફરાર થઈ ગયો હતો. પોલીસ તેના આશ્રમમાં બાળકોના અપહરણ સંબંધિત આરોપોની તપાસ કરી રહી હતી.
ઘણા પ્રશ્નો ઉભા થાય છે
ઓક્ટોબર 2022માં બ્રિટનમાં કન્ઝર્વેટિવ સાંસદોએ જ્યારે નિત્યાનંદના સમર્થકોને સંસદમાં દિવાળી પાર્ટીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું ત્યારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ટરપોલે નિત્યાનંદ માટે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે, કાલ્પનિક દેશના પ્રતિનિધિને આવા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં હાજરી આપવા દેવાથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે. સવાલ એ છે કે શું આવા કાર્યક્રમોમાં હાજરી આપવાથી જાતીય સતામણીના આરોપીઓને પ્રોત્સાહન નહીં મળે? બીજો મોટો પ્રશ્ન એ છે કે જે દેશનું અસ્તિત્વ જાણીતું નથી, શું તેના પ્રતિનિધિઓને યુએનની બેઠકમાં આવવા દેવા એ સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોનું અપમાન નથી?