ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતીય ચાહકોને આ સારા સમાચાર સુપર-સન્ડેના સવારે 9 વાગ્યા પહેલા જ મળ્યા જ્યારે 'ઓરેન્જ આર્મી'એ દક્ષિણ આફ્રિકાનો શિકાર કર્યો. T20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ડચ ટીમની આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.
ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. એડિલેડમાં રમાયેલી રોમાંચક મેચમાં નબળી નેધરલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ પરિણામ સાથે ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. જ્યારે આફ્રિકાની ટીમ બહાર થઈ ગઈ છે.
હવે ગ્રુપ 2 માંથી સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ કોણ હશે? તેનો નિર્ણય પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાદ થોડા સમય બાદ લેવામાં આવશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે તે સેમિફાઇનલમાં પહોંચશે. એટલે કે દક્ષિણ આફ્રિકાની હાર સાથે ગ્રુપ-2નું સમગ્ર સમીકરણ બદલાઈ ગયું છે.