સુરતમાં વેન્ચુરાના 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું છે. જેમાં લેન્ડિંગ કરતા વેન્ચુરાના વિમાનનું ટાયર ફાટ્યું છે. 6 યાત્રીના જીવ તાળવે ચોટ્યા હતા. જેમાં 2 કલાક રન-વે બંધ રહ્યો હતો. જેમાં ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. તથા અન્ય એક ફ્લાઇટે 5 ચક્કાર માર્યા બાદ લેન્ડિંગ કર્યું હતુ.
લેન્ડિંગ કરતા વેન્ચુરાના 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું
કેપ્ટને સુરક્ષાપૂર્વક વિમાન લેન્ડિંગ કરાવ્યું હતુ. સુરતમાં લેન્ડિંગ કરતા વેન્ચુરાના 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું હતુ. તેમાં 6 યાત્રીના જીવ તાળવે ચોટ્યા હતા. જેમાં રન-વેને 2 કલાક બંધ રાખવામાં આવ્યું હતુ તથા એક વિમાન આકાશમાં 3 ચક્કર મારી અમદાવાદ ગયું હતુ. બીજું 5 ચક્કર બાદ લેન્ડ થયુ હતુ. તેમજ ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટે આકાશમાં 3 ચક્કાર માર્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. એર એશિયાની દિલ્હીની ફ્લાઇટે આકાશમાં 5 ચક્કાર માર્યા બાદ લેન્ડિંગ કર્યું હતું.
દુર્ઘટના બાદ એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું
9 વાગ્યે એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું. ત્યારે ઓચિતું જ ટાયર બર્સ્ટ થયું હતું. જો કે કેપ્ટને સુરક્ષાપૂર્વક લેન્ડિંગ કરાવી દીધું હતું. આ દુર્ઘટના બાદ એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે મુસાફરોને સલામત એરક્રાફ્ટમાંથી ઉતાર્યા હતા. આ ઘટનાને પગલે 2 કલાક સુધી સુરત રનવે બંધ રાખવો પડ્યો હતો. રાતે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અમદાવાદથી રાતે 8 વાગ્યે વેન્ચુરાનું 9 સીટર પ્લેન ટેકઓફ થયુ હતું, જેમાં 6 મુસાફરો સવાર હતા. આ પ્લેન 9 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યુ હતું, ત્યારે અચાનક જ ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવા છતા કેપ્ટને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યુ હતું.