ઈસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનની પ્રતિઓને સળગાવવાના વિરોધમાં સ્વીડનના અનેક દેશોમાં પોલીસ અને નાગરિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ રહી છે. આ ઘટનામાં અનેક શહેરોમાં પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વિરોધ કરનારાઓએ અનેક શહેરોમાં વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વડાપ્રધાન મેગ્ડેલેના એન્ડરસને હિંસાની આકરી ટીકા કરી છે. હિંસક ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોને ઈજા પહોંચી છે.
સ્વીડનમાં શા માટે સર્જાઈ ઘટના
દક્ષિણપંથી સ્ટ્રોમ કુર્સ પાર્ટીના નેતા ડેનિશ-સ્વીડિશ રાજનેતા રસ્મસ પાલુદન દ્વારા રેલીઓ યોજ્યા બાદ સ્વીડનમાં તણાવ વધવા લાગ્યો હતો. રસ્મસે દાવો કર્યો હતો કે તેમણે કુરાનની એક પ્રતિને સળગાવી હતી અને ફરી વખત તેમ કરવા ઈચ્છે છે. ત્યારબાદ દેશમાં ભારે વિરોધ પ્રદર્શન થવા લાગ્યો અને અશાંતિ ફેલાવા લાગી.
એક સમયે શરણ મેળવી, હવે થઈ રહી છે અથડામણ
વિશ્વના વિવિધ ભાગોમાં અશાંત સ્થિતિમાં શરણાર્થી અને પીડિત બની સ્વીડનમાં આવી વસવાટ કર્યો. મધ્ય એશિયા અને આફ્રિકાના અશાંત વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમો શરણાર્થી અને પીડિત તરીકે સ્વીડન સહિત યુરોપના અનેક દેશોમાં વસવાટ કર્યો. સરકારે પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને ધીમે ધીમે શરણાર્થી તરીકે આવેલા લોકો હવે ત્યાં નાગરિક બની ગયા. શાંતિપ્રિય લોકશાહી દેશ સ્વીડન શરણાર્થીઓ માટે એક સુરક્ષિત સ્થાન રહ્યું છે.
વિરોધ પ્રદર્શનકારીઓએ ગાડીઓ અને દુકાનો સળગાવી
છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અનેક પોલીસ કર્માચારી આ ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ ગયા. પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કોણ છે રસ્મસ પાલુદન
રસ્મસ પાલુદન સ્વીડનના એક વકીલ છે, જેમની પાસે સ્વીડનની નાગરિકતા છે. વર્ષ 2017માં તેમણે સ્ટ્રેમ કુર્સ પાર્ટીની સ્થાપના કરી હતી, જે બિનનિવાસીઓના વિરોધ તથા ઈસ્લામ વિરોધી એજન્ડા પર ચાલે છે. પાર્ટીની વેબસાઈટ પ્રમાણે તે ડેનમાર્કની એક દેશભક્ત પાર્ટી છે. વર્ષ 2019માં સ્વીડનમાં ચૂંટણીમાં પાલુદનની સ્ટ્રોમ કુર્સ પાર્ટીને ફક્ત 1.8 ટકા મત મળ્યા હતા અને એક પણ બેઠક મળી ન હતી. વર્ષ 2020માં અનેક ગુના હેઠળ એક મહિના માટે જેલની સજા થઈ હતી.