ભૂતપૂર્વ ભારતીય ઓપનર અરુણલાલ 66 વર્ષની વયે ફરીથી લગ્ન કરશે. તેની નવી પત્નીનું નામ બુલબુલ સાહા છે અને તે ટીચર છે. તેની વય ૩8 વર્ષની છે અને તે અરુણલાલ કરતાં 28 વર્ષ નાની છે. બંને લાંબા સમયથી એકબીજાને જાણે છે અને બીજી મેએ કોલકાતાની એક હોટેલમાં તે બુલબુલને જીવનસાથી બનાવશે. લગ્ન બાદ બંનેએ એક ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કર્યું છે જેમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ તથા બંગાળ ક્રિકેટ એસોસિયેશનના ખેલાડીઓ તથા અધિકારીઓ હાજર રહેશે.
પ્રથમ પત્નીની મંજૂરી બાદ લગ્ન
અરુણલાલના પ્રથમ લગ્ન રીના સાથે થયા હતા અને બંનેએ આંતરિક સહમતીથી છૂટાછેડા પણ લીધા છે. અરુણલાલે તેના બીજા લગ્ન માટે પ્રથમ પત્ની રીના પાસેથી મંજૂરી પણ માગી છે અને તેની સહમતી બાદ બુલબુલ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. અરુણલાલે એક મહિના પહેલાં ૩8 વર્ષીય બુલબુલ સાથે સગાઇ કરી હતી. પ્રથમ પત્ની રીના ગંભીર બીમારીનો ભોગ બની હોવાના કારણે છૂટાછેડા લીધા હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી બંને ભેગા રહે છે અને અરુણલાલ તેની સારવાર પણ કરાવે છે. લગ્ન બાદ અરુણલાલ અને બુલબુલ બંને ભેગા થઇને રીનાની દેખભાળ કરશે.