ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ AAPનો ખેલ પાડી દેવા તત્પર હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, એક પછી એક AAPના નેતા કેસરિયો કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં વિજય સુવાળાથી લઈને આશરે 1000 જેટલા આપના કાર્યકરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે આજે ફરીથી મધ્યગુજરાતમાં પણ આપમાં ગાબડુ પડી રહ્યુ છે. આપના નેતાઓ સીઆર પાટીલને હસ્તે ભગવો ધારણ કરી રહ્યા છે.
ભાજપ ટોપી પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવશે
કોંગ્રેસ અને AAPના કેટલાક નેતા ભાજપમાં જોડાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની હાજરીમાં ખેસ ધારણ કરશે. મધ્ય ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે.
બીજી તરફ AAP ગુજરાત વિધાનસભામાં 50 બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે કેવી રીતે જીતશે તે પણ મોટો પ્રશ્ન છે કેમ કે, આપના મોટા ભાગના નેતા કે કાર્યકર મોકો મળતા જ ભાજપનો ખેસ પહેરી લે છે.
50 વિધાનસભા બેઠકો જીતવાનો AAPનો દાવો
ચૂંટણીમાં 50થી વધુ બેઠકો જીતવાનો AAP દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો હતો. તો સાથે જ અન્ય એક પાર્ટી કાર્યકરે સંબોધનમાં જણાવ્યુ કે અમે કોઇ પાર્ટીને હરાવવા નથી માગતા અમે તો બસ જનતાને જીતાડવા માંગીએ છીએ. ગુજરાતમાં સ્કૂલ બને, હોસ્પિટલ બને અને બેરોજગારી દૂર થાય અને લોકોને મિનિમમ વેતન પુરતુ મળી રહે.