શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીએ પોતાની પુત્રવધુના ક્રિકેટર ઈરફાન પઠાણ સાથે અનૈતિક સંબંધો હોવાનો આક્ષેપ કરી આત્મહત્યાની ચીમકી આપતો વીડિયો બનાવ્યો છે. હાલમાં વાઈરલ થયેલા આ વીડિયોમાં વૃદ્ધ દંપતીએ પોતાની પુત્રવધુ સામે અનૈતિક સંબંધોના આક્ષેપ કર્યા છે. જેના લીધે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આખી જીંદગી પોલીસમાં નોકરી કરી છતાં મને પોલીસમાંથી જ ઇન્સાફ ન મળતો હોવાનો આક્ષેપ કરાયો છે. જેથી તેઓ હવે આત્મહત્યા કરવા માંગે છે.
જુહાપુરામાં રહેતા ઇબ્રાહિમભાઈ અને તેમની પત્નીનો વીડિયો વાયરલ થયો છે. તેમની તથા તેમના પુત્ર સામે ગત માર્ચ માસમાં પુત્રવધુએ દહેજનો કેસ કર્યો છે. ઇબ્રાહિમભાઈ પોતે ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા છે. જ્યારે તેઓની તવક્કલ હોટલ જુહાપુરા રોડ પર આવેલી છે. તેમના દીકરાના લગ્ન ક્રિકેટર ઇરફાન પઠાણની પરિચિત યુવતી સાથે થયા હતા. હવે આ જ પરિચયને લઈને ઈબ્રાહિમભાઈએ ગંભીર આક્ષેપો કરતો વીડિયો બનાવ્યો છે. અને આ વીડિયોને વાઈરલ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી તેવો આક્ષેપ કર્યો છે. આ માટે ઈરફન પઠાણ પોતાની વગનો ઉપયોગ કરે છે.
આ મામલે ઇબ્રાહીમભાઇના પુત્રએ આક્ષેપ કર્યો છે કે મારી પત્નિ મારી સામે જ ઇરફાન પઠાણને વિડીયો કોલ કરે છે અને બન્ને જણા અશ્લિલ વાતો કરતા હોય છે. તેમજ તારી કોઇ ઔકાત નથી તેમ કહીને મને વારંવાર અપમાનિત કરતી હતી. આ સમગ્ર બનાવ અંગે ઝોન ૭ ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે, જે મહિલા પર આક્ષેપ છે તે ઈરફન પઠાણની કઝીન છે. તેમજ અગાઉથી પારિવારિક ઝઘડો ચાલે છે અને આ મહિલાએ તેના સાસરિયા પર દહેજનો કેસ કરેલો છે.
તેમાંથી બચવા આ વીડિયો બનાવવામાં આવ્યો છે. તેમજ વુધ્ધ દંપતી ફિનાઇલ લઇને આવ્યા હોવાથી તેમના વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચેપ્ટર કેસ કરીને સી ટીમ સાથે સમજાવીને મોકલ્યા છે. આ અંગે ક્રીકેટર ઇરફાનખાન પઠાણનો સંપર્ક થઇ શક્યો નથી.