અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદેલી જમીન પર પ્રશ્નો ઉભા થયા છે. જમીનની ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ થયો છે. અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સપા સરકારમાં રાજ્ય મંત્રી રહેલા તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ પત્રકાર પરિષદ યોજીને પ્રશ્નો કર્યા છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે જમીનનો બાનાખત 2 કરોડ માટે કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે ફરી 18 કરોડનો કરાર કરવામાં આવ્યો. એગ્રિમેન્ટ અને બાનાખત બન્નેમાં ટ્રસ્ટી અનિલ મિશ્રા અને મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી છે. 18 માર્ચ, 2021માં જ લગભગ 10 મિનિટ પહેલા બાનાખતમાં પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ કરાર પણ, જે જમીનને બે કરોડમાં ખરીદી હતી, તે જ જમીનનો 10 મિનિટ પછી 18 કરોડનો એગ્રીમેન્ટ કેમ કરવામાં આવ્યો ?
પવન પાંડેએ સવાલો ઉઠાવ્યા છે કે 5 મિનિટમાં 2 કરોડની જમીન સાડા 18 કરોડની કેવી રીતે બની ગઈ? રામ મંદિરના નામે જમીન ખરીદવાના બહાને રામ ભક્તો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે મેયર અને ટ્રસ્ટી જમીન ખરીદવાની આખી રમત જાણે છે. આ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ થવી જોઈએ.
પવન પાંડેએ દાવો કર્યો છે કે 17 કરોડ RTGS કરવામાં આવ્યા, તે પણ તપાસ થવી જોઈએ કે કયા ખાતામાંથી ચુકવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામના નામે જમીનની ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 12080 ચોરસ મીટર એટલે કે 1.208 હેક્ટર જમીનના બાનાખત અને એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો, બાબા હરિદાસે સુલતાન અંસારી અને રવિ મોહન તિવારીને વેચી અને ટ્રસ્ટ દ્વારા જમીન ખરીદવામાં આવી. 10 મિનિટમાં ભાવ 16 કરોડ વધ્યો.