3 કૃષિ કાયદાને પરત લેવા માટેની મોદી સરકારની જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયામાં રિએક્શન્સની લહેર જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો આ નિર્ણયને ચૂંટણી સાથે જોડી રહ્યા છે તો કોઈ તેને મોદીનો માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે.
ગુરુનાનક જયંતિ પર દેશને સંબોધિત કરી રહ્યા હતા પીએમ મોદી
ગુરુનાનક દેવના પ્રકાશ પર્વના અવસરે દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોના હિતની વાત અમે કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નથી. કદાચ અમારી તપસ્યામાં ખામી રહી ગઈ. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યું હોય પણ હવે અમે કૃષિ કાયદાને પરત લેવાનો નિર્ણય લીધો છે.
સોશિયલ મીડિયામાં આવ્યા રિએક્શન્સની લહેર
પીએમ મોદીની કૃષિ કાયદાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં રિએક્શન્સની એક અલગ જ લહેર જોવા મળી રહી છે. એક યૂઝરે ટ્વિટ કરી કે પેટાચૂંટણીની હારથી મોદીએ ઘણું શીખ્યું છે. પહેલા પેટ્રોલ ડીઝલની કિંમત ઘઘટી, હવે 3 કૃષિ કાયદાને પરત લેવા પડ્યા,. ઝૂકતી હૈ દુનિયા, ઝૂકાને વાલા ચાહિએ.
એક યૂઝરે લખ્યું કે કૃષિ આંદોલનમાં શહીદ થયેલા 700થી વધારે ખેડૂતોને નમન. તમારું બલિદાન વ્યર્થ નથી ગયું, મોદીએ આખરે ઝૂકવું પડ્યું, કિસાન એકતા ઝિંદાબાદ, ઝિંદાબાદ.
એક યૂઝરે લખ્યું કે એક અભિમાની, અહંકારી, ઘમંડી અને 700 ખેડૂતોની હત્યારી સરકારને આખરે ખેડૂતોના અહિંસક આંદોલનની સામે ઝૂકવું પડ્યું છે પણ આ અડધી જીત છે જ્યાં સુધી MSPની કાયદાકીય ગેરેંટી નહીં મળે ઝૂકશે તો બધા પણ ઝૂકાવનારો હોવો જોઈ. અમારો ખેડૂત ઝિંદાબાદ.
એક યૂઝરે લખ્યું કે અનેક લોકો 3 કૃષિ કાયદાને પરત લેવાનો વિરોધ પણ કરી રહ્યા છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે આ બહુ દુઃખદ છે કે કેટલાક લોકોના કહેવાના કારણે આવેલા નવા ક���ષિ કાયદાને રદ્દ કર્યા છે.
એક યૂઝરે ટ્વિટ કરી છે કે આ એકદમ ખોટું થઈ રહ્યું છે, આ કાયદાના કારણે લાકો ખેડૂતોની આકાંક્ષા જોડાયેલી છે અને કેટલાક દલાલોના દબાણમાં આવીને કૃષિ કાયદાને પરત લેવો યોગ્ય નથી અને જે લોકો એમએસપીની ગેરેંટીની માંગ કરી રહ્યા છે તે છેલ્લા 75 વર્ષથી ક્યાં હતા?