મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળની રચના માટે આજે શપથવિધિ કાર્યક્રમ યોજાવાની હતી. પરંતુ અંતિમ સમયે શપથવિધિ કાર્યક્રમ ફેરવાયો છે અને હવે આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજવાનું નક્કી થયું છે. રાજભવન ખાતે લાગેલા પોસ્ટર પણ હટાવી દેવામાં આવ્યા છે. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે અંતિમ સમયે કાર્યક્રમમાં ફેરફાર થયો છે. રાજભવન બહાર લાગેલા 15 તારીખના બેનર્સ પણ હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવીએ કે બપોર બાદ ભાજપના સીઆર પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર પણ વધી હતી. તે ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. એક બાજુ રાજભવન ખાતે શપથવિધિના પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. બાદમાં આ પોસ્ટર્સને હટાવી દેવાયા હતાં. આજે સાંજે 4.20 વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની હતી. પરંતુ હવે તે કાલે યોજાય તેવી શક્યતાઓ છે.
આજે સવારથી નવા મંત્રીમંડળ માટે ચહલપહલ જોવા મળી હતી, એટલું જ નહીં તાબડતોબ રીતે ભાજપાએ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે બોલાવી લેવાયા હતા. સવારથી ભારે ઉતાર ચઢાવ વચ્ચે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળને લઈ સંદેશ પાસે EXCLUSIVE માહિતી પણ આપી હતી. ભુપેન્દ્ર પટેલ સરકારમાં 24 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. જેમાં તમામ પંથકમાંથી 6-6 MLAને સ્થાન મળવાની ગણતરી છે.
સૌરાષ્ટ્ર- કચ્છના 6 MLAનો પણ આ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. તમામ પંથકમાંથી 6 – 6 MLA મંત્રીઓ બની શકે છે. નિયમ પ્રમાણે મંત્રીમંડળમાં કુલ 27 મંત્રીઓ બની શકે, પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં 24ને સ્થાન અપાય તેવી શક્યતા છે. નો રિપિટેશન થિયરીની પુરી શક્યતા દેખાઈ રહી છે. અર્થાત્ રૂપાણી સરકારમાં રહેલાં એક પણ મંત્રીને ફરી મંત્રી નહીં બનાવાય. મંત્રી મંડળમાં ઘણા મોટા માથાઓ કપાઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં આજે શપથવિધિને લઈને અનેક મંત્રીઓને પોતાની ઓફિસ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના પગલે તેના પર અમલ શરૂ થઈ ગયો હતો. ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યાલય ખાલી કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ગાંધીનગર રાજભવનમાં મંડપ યથાવત્ રખાયો હતો, અને જો વરસાદ હશે તો મંત્રીમંડળની શપથવિધિ મહાત્મા મંદિરમાં યોજાવાનું નક્કી કરાયું હતું.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મહત્વની બેઠક કરી હતી. CM અને મુખ્ય સચિવની બંધબારણે બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયો હતો. ગુજરાતના રાજકારણમાં હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા હતા. જેમાં પંકજ જોશીને CMના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે, જ્યારે IAS અવંતિકાસિંઘને CMO સચિવ બન્યાં છે. અશ્વિનીકુમારના સ્થાને અવંતિકાસિંઘને મુકાયાં છે.
ગાંધીનગરમાં આજે શપથવિધિ મુદ્દે અસમંજસ
ગાંધીનગરમાં આજે શપથવિધિ કાર્યક્રમમાં અસંતોષ ખાળવા તમામ ધારાસભ્યોને હાજર રહેવા સુચના આપવામાં આવી હતી. તમામ ધારાસભ્યોને આજે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કોઈ પણ ધારાસભ્યને શપથ માટે ફોન આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ ધારાસભ્યો અને નેતાઓના નિવેદનોને જોતા શપથગ્રહણ ક્યારે થશે તેને લઈને અસમંજસ યથાવત છે.
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળની રચના માટે અગાઉ તા.16 સપ્ટેમ્બર ગુરુવારે બપોરે સોગંદવિધિ યોજવાનું નક્કી થયું હતું, પરંતુ આજે ભારે ચહલ પહલ વચ્ચે શપથવિધિ આજે યોજાવાનું નક્કી થયું હતું. મંગળવારે મોડી રાત્રે ભાજપના ધારાસભ્યોને બુધવારે સવારે 10 વાગે પાટનગરમાં હાજર થવાની સૂચના મળતા એવી અટકળો પણ તેજ થઈ હતી.
નવી સરકારમાં કોને સ્થાન મળશે તે અંગે ભાજપ કે મુખ્યમંત્રી તરફથી હજી સુધી સત્તાવારપણે કોઈ જ જાહેરાત કરવામા આવી નથી. જે ધારાસભ્યોના ભાગ્યમાં મંત્રીપદ હશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી તરફથી બુધવારની રાત્રે ફોન કરીને તૈયાર રહેવા કહી દેવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકીય ઉથલપાથલના 72થી 76 કલાકના ખેલમાં નવી સરકારમાં જૂની રૂપાણી સરકારમાંથી કોણ ચાલુ રહેશે? કોણ પડતા મુકાશે? ચૂં���ણી પહેલાના 14 મહિના માટે કોને મંત્રી બનાવાશે તે રહસ્ય વધુ ઘેરાયુ છે. જેઓ બહાર છે તેમને બુધવારની સવાર સુધીમાં આવી જવા સુચના અપાઈ છે.
મંત્રીમંડળની શપથવિધિના સ્થળ સમય અંગે ભાજપમાંથી કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ, સરકારમાં પ્રોટોકોલ પ્રભાગના કહેવા મુજબ બુધવારે વરસાદ હશે તેવી સ્થિતિમાં મહાત્મા મંદિરનો વિકલ્પ છે. બાકી રાજભવનના ગાર્ડનમાં મંડપની વ્યવસ્થા છે. જ્યાં 700 આમંત્રિતો સુધીની વ્યવસ્થા થઈ શકે તેમ છે.
અત્રે નોંધનીય છે કે, વિજય રૂપાણીના રાજીનામાથી શરૂ થયેલી રાજકીય હલચલ હજુ શાંત નથી થઈ. ભુપેન્દ્ર પટેલે CM પદના શપથ લીધા હવે મંત્રીમંડળમાં કોણ એવો સવાલ ઉભો થયો છે. કોને પડતાં મુકાશે અને કોણ નવું મંત્રી બનશે એને લઈ ગાંધીનગરમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. સોમવારે સ્વર્ણિમ સંકુલ -1માં CMO સિવાય તમામ મંત્રીઓ ઓફિસ ખાલી હતી અને મંત્રીઓ સહાયક અધિકારીઓ વિચારી રહ્યા છે કે આપણાં નવા ‘બોસ’ અર્થાત્ નવા મંત્રી કોણ આવશે. આ વચ્ચે કમલમના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોવડીમંડળ તરફથી અમુક જુના મંત્રીઓને પડતાં મુકવાની અને નવા યુવા ચહેરોઓને પ્રોજેક્ટ કરવાની ચર્ચા ચાલી રહી છે. જો કે નવી સરકારમાં મંત્રીમંડળ માટે અમિત શાહે પાડેલી ડિઝાઈન કેવી છે તે તો ચીઠ્ઠી ખુલે પછી જાહેર થશે. પરંતુ, 14-15 મહિના પછી ચૂંટણીમાં ઉતરતા પહેલા એન્ટિઈન્કમ્બ્સીને તોડવા દરેક ક્ષેત્ર, જાતિ, સમુહને ધ્યાને રાખીને મંત્રીમંડળ રચાશે એ નક્કી છે.
CM ભુપેન્દ્ર પટેલની નવી ટીમમાં આ 9 નેતાઓ મંત્રી બની શકે, યુવા અને નવા ચહેરોઓનો દબદબો વધી શકે
સંભવિત મંત્રીઓના નામ
ડો.નિમાબહેન આચાર્ય (અંજાર)
ભાજપનો પ્રબળ મહિલા ચહેરો અને ભાજપના તમામ મહિલા ધારાસભ્યોના કહેવાતા લીડર. સાથે સાથે કચ્છનું પ્રતિનિધ્વ કરી શકે તેવો ચહેરો. નિમાબેન દર વખતે નવી વિધાનસભા બને ત્યારે કાર્યકારી અધ્યક્ષ પણ બને છે.
ઋષિકેશ પટેલ (વિસનગર)
પાટીદાર આંદોલન વખતથી લાઈમલાઈટમાં આવેલાં અને પાટીદાર નેતાની પ્રબળ છાપ ઋષિકેશભાઈને મંત્રી બનાવી શકે તેમ છે. આ ઉપરાંત નીતિન પટેલ, કૌશિક પટેલ જેવાં દિગ્ગજ પાટીદાર નેતાઓનું પત્તું કપાતું હોવાથી નવા પાટીદાર મંત્રી કોને બનાવવા એ ભાજપનો મોટો પ્રશ્ન સોલ્વ થઈ જાય.
હર્ષ સંઘવી (મજૂરા)
સી.આર. પાટીલના ખાસમ ખાસ અંગત માણસ અને ભાજપનો યુવા ચહેરો. કોરોનાકાળ હોય કે ભાજપનો કાર્યક્રમ હરખભેર કોઈ પણ પ્રજાલક્ષી કામમાં તત્પર વ્યક્તિત્ત્વ. પાટીલનું મંત્રીમંડળમાં વર્ચસ્વ સાચવી રાખવા હર્ષ સંઘવી મહત્વના સાબિત થઈ શકે.
પંકજ દેસાઈ ( નડીયાદ)
નરેન્દ્ર મોદી વખતથી વિધાનસભાના દંડકની જવાબદારી અને ભાજપના વરિષ્ઠ અને સંનિષ્ઠ નેતાની છાપ. ઘણાં લાંબા સમયથી મંત્રીના પાવરમાં આવ્યા નથી અને મધ્યગુજરાતનું પ્રતિનિત્વ કરે છે. એટલે પંકજ દેસાઈને મંત્રી બનાવી શકે
ગોવિંદ પટેલ (રાજકોટ)
સરકારના પૂર્વ મંત્રી અને પાટીદાર નેતાની છાપ. વિજય રૂપાણી બાદ રાજકોટમાંથી કોઈ એક ધારાસભ્યને પ્રતિનિત્વ આપવું હોય તો ગોવિંદ પટેલ પ્રોપર નેતા છે. સાથે જ સરકારનો જુનો અનુભવ છે.
કિર્તીસિંહ વાઘેલા (કાંકરેજ)
બનાસકાંઠામાંથી યોગ્ય પ્રતિનિધત્વ સેટ કરવા અને બનાસકાંઠના દિગ્ગજ નેતાઓ સિવાય નવા કોઈ ચહેરાને પ્રોજેક્ટ કરવા ભાજપ કિર્તીસિંહને મંત્રી બનાવી બેલેન્સીંગની સ્ટ્રેટેજી ઉપયોગ કરી શકે છે.
મનીષા વકીલ (વડોદરા)
વડોદરા અને મધ્ય ગુજરાતમાં પ્રતિનિધિત્વ આપવા અને મહિલાઓને પ્રોજેક્ટ કરવા ભાજપ મનીષા વકિલને મંત્રી બનાવી શકે છે. મનીષાબેન ભાજપના સંનિષ્ઠ મહિલા કાર્યકર્તાઓના લિસ્ટમાં પણ છે. અને યોગેશ પટેલને પડતાં મુકે તો વડોદરામાંથી કોણે એવો પ્રશ્ન ન ઉભો થાય એટલે મનીષા વકીલ મંત્રી બની શકે.
પિયુષ દેસાઈ (નવસારી)
દક્ષિણ ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ આપવા અને યુવા ચહેરો પ્રોજેક્ટ કરવા ભાજપ પિયુષ દેસાઈને મંત્રી બનાવી શકે છે.
રાકેશ શાહ ( એલિસબ્રિજ)
અમદાવાદમાંથી મંત્રીમંડળમાં પ્રભુત્વ જળવાઈ રહે અને રાકેશ શાહ ભાજપના વરિષ્ઠ અને અનુભવી નેતાઓમાં નામ છે. કોર્પોરેશનની ચુંટણી હોય કે અમદાવાદ શહેરનું કોઈ પણ કામ રાકેશ શાહ કરવા અને કરવવા સક્ષમ હોવાથી મંત્રી પદ મળી શકે.
12 મંત્રીઓને પડતા મુકાશે ?
કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, વાસણ આહિર, રમણલાલ પાટકર, કિશોર કાનાણી, વિભાવરી દવે, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા,