હેકર્સે રવિવારે રાત્રે ઘણા ભારતીયોના ટ્વિટર એકાઉન્ટ હેક કર્યા હતા આમાં સૌથી મોટું નામ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA)નું છે. હેકર્સે આ ટ્વિટર હેન્ડલનું નામ બદલીને એલોન મસ્ક કરી દીધું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે ICWAનું એકાઉન્ટ રિકવર કરી લેવામાં આવ્યું છે. પાસવર્ડ સાથે છેડછાડ કરવી અથવા ખોટા ઈરાદાથી કોઈપણ લિંક પર ક્લિક કરવું એકાઉન્ટ હેક થવાનું કારણ હોઈ શકે છે.
જણાવી દઈએ કે ICWAનું ટ્વિટર એકાઉન્ટ મોડી રાત્રે હેક થયા બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને માન દેશી મહિલા બેંકનું ટ્વિટર હેન્ડલ પણ હેક કરવામાં આવ્યું છે. તેમના નામ પણ બદલીને એલોન મસ્ક રાખવામાં આવ્યા છે. આ એકાઉન્ટ્સ પર ક્રિપ્ટો કરન્સી સંબંધિત લિંક શેર કરવામાં આવી રહી છે.
PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયું હતું
થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકાઉન્ટ હેક થવા દરમિયાન પણ આવું જ જોવા મળ્યું હતું. ત્યારે વડાપ્રધાન કાર્યાલય (PMO)એ કહ્યું હતું કે, ‘PM નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ મામલાને ટ્વિટર પર લઈ જવામાં આવ્યો છે અને તરત જ એકાઉન્ટને સુરક્ષિત કરવામાં આવ્યું હતુ.
હેકિંગ દરમિયાન કઈ ટ્વીટ થઈ?
જ્યારે વડાપ્રધાનનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું ત્યારે તેના પર ડિજિટલ કરન્સી બિટકોઈન સંબંધિત એક ટ્વીટ પોસ્ટ કરવામાં આવી હતી. હેકર્સે ટ્વિટમાં લખ્યું હતુ કે ભારતે બિટકોઈન ખરીદ્યા છે બિટકોઈનને કાયદેસર રીતે માન્યતા આપવામાં આવી છે.
હેકર્સે PM મોદીના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું અને લખ્યું, ‘ભારતે સત્તાવાર રીતે બિટકોઈનને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. સરકારે 500 BTC ખરીદી છે અને તેને સામાન્ય લોકોમાં વહેંચી રહી છે. ભારત જલ્દી કરો.. આ ટ્વીટ સાથે એક લિંક પણ પેસ્ટ કરવામાં આવી હતી.