ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 2022નું પ્રથમ મિશન લૉન્ચ કરી મોટી સફળતા હાંસલ કરી છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સોમવારે સવારે 5:59 કલાકે રડાર ઇમેજિંગ સેટેલાઇટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-04) લોન્ચ કર્યો છે. આ પ્રક્ષેપણ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV-C52 દ્વારા થયું છે. આમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-04 અને બે નાના ઉપગ્રહો INSPIREsat-1 અને INS-2TDનો સમાવેશ થાય છે.
ઇસરોના નવા ચેરમેન એસ.સોમનાથના નેતૃત્વ હેઠળ આ લૉન્ચ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. શ્રી હરિકોટા ખાતેના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી પરોઢિયે 5.59ના સુમારે પીએસએલવી-52 લોન્ચ કરવામાં આવ્યો. 25 કલાકના કાંઉટડાઉન પછી ISROને સફળતા મળી છે.
શ્રી હરિકોટા ખાતેથી પરોઢિયે PSLV-52 લૉન્ચ કરાયુ
વર્ષ 2021માં લગભગ તમામ મિશન સ્થગિત રહ્યા પછી ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) વર્ષ 2022નું પ્રથમ મિશન લૉન્ચ કર્યુ છે. ઇસરો દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ પીએસએલવી-52ની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-04) પરિભ્રમણ કક્ષામાં તરતો મુકાયો.
ઇસરો 1170 કિલો વજનના ઇઓએસ-04 ઉપગ્રહને સૂર્યની પરિભ્રમણકક્ષામાં મૂકશે. ઇઓએસ-04 તે રડાર-ઇમેજિંગ સેટેલાઇટ છે. તમામ પ્રકારના હવામાનની સ્થિતિમાં તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત તસવીરો મોકલવાની ક્ષમતા ધરાવે છે. કૃષિ, જંગલ, જમીનના ભેજ, હાઇડ્રોલોજી અને ફ્લડ મેપિંગ માટે તે તસવીરો કામ લાગશે.
લગભગ 25 કલાકના કાઉન્ટડાઉન બાદ તમામ સેટેલાઇટ લૉન્ચ કરવામાં આવ્યા હતા. જેના કારણે ઈસરોનું 2022નું પ્રથમ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ કહ્યું કે PSLV-C52 એ EOS-04ને 529 કિમીના અંતરે સૂર્યની ધ્રુવીય ભ્રમણકક્ષામાં મોકલ્યું છે. EOS-04 એ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે, જે ISROને તમામ હવામાનમાં પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તાની તસવીરો મોકલશે.