ક્રાંતિકારીઓના પક્ષમાં ,હર્ષદ રાઠોડ
આજે જે રીતના ભારતના ક્રાંતિકારીઓ કોઈને કોઈ રીતે અપમાનીત કરવામાં આવી રહ્યા છે, ત્યારે આવા "પીળાં રાજકારણી" લોકોનો વિરોધ કરવો દરેક દેશભક્ત લોકોનું કર્તવ્ય છે. પવિત્ર ફરજ છે. અને જે માણસ આં પવિત્ર ફરજ, કર્તવ્ય નથી નિભાવતો તે ગુનેગાર છે.
નાના મોટા એવા હજારો ક્રાંતિકારીઓએ શસ્ત્ર ઉપાડ્યા, હજારો અંગ્રેજી રાક્ષસોના વધ કર્યા, હસતા હસતા ફાંસીના માંચડે ચઢયા, આજીવન કાળા પાણીની સજા ભોગવી. આમ છતાં આઝાદી પછી ઈતિહાસમાં તેમનું નામોનિશાન મિટાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એક તરફી ઇતિહાસ લેખનનો સૌથી મોટો ભોગ બન્યા હોય તો તે "સાવરકર" છે. આજે એવું સાબિત કરવાનો પ્રયત્ન થાય છે કે સાવરકર "વીર" હતા કે "ગદ્દાર"? ધન્ય છે ભારત તું......
કોઇપણ વ્યક્તિ ભલે તે કોઈપણ વિચારધારાનો હોય, ભલે તે અરાજકતાવાદી પણ હોય, ભલે તેને ગમે તેટલી નાનકડી ભૂમિકામાં અંગ્રેજ અન્યાયકારી સરકારી સત્તા સામે લડાઇ લડી હોય, તો તે મહાન છે. તે ભારતનો હીરો છે.ભગતસિંહની સાવરકર સાથે સરખામણી કરવી, કે સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહની સરખામણી કરવી, કે કોઈ બીજા ક્રાંતિકારીની, બીજા કોઈ ક્રાંતિકારી સાથે સરખામણી કરવી એ મૂર્ખતા જ છે. અને આવું કામ તેજ લોકો કરે છે, જેના બાપદાદાઓ એ અંગ્રેજોની ચાપલૂસી કરી હોય. જે ગદ્દાર હોય.ભારતના ક્રાંતિકારીઓ મનુષ્ય જ હતા, ભગવાન ન હતા.અને એક માનવમાં હોય તેવી ત્રુટીઓ તેવોમાં પણ હતી.તે લોકો માતૃભૂમિને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માંગતા હતા. તે લોકો ગરીબી, અત્યાચારોથી વ્યથિત હતા.
On his Jayanti, I bow to the courageous Veer Savarkar. We remember him for his bravery, motivating several others to join the freedom struggle and emphasis on social reform. pic.twitter.com/o83mXmgp1S
— Narendra Modi (@narendramodi) May 28, 2020
સાવરકરને માત્ર હિન્દુત્વવાદી ચીતરવા અને માત્ર અને માત્ર ગદ્દાર, નપુસક કહેનાર (પક્ષો) લોકોએ પોતાનો ઇતિહાસ ભૂલી ગયા લાગે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે અસભ્ય બોલવું, લખવાનું.. તે જાપાનના પાડીતા કુતરા હોય તેવા ચિત્રો છાપવાનું. ભગતસિંહના બલિદાનના દિવસે "ભગતસિંહ માર્કસવાદી નથી" તેવા લેખ છાપવાનું.... વગેરે તેઓના ઇતિહાસના કાળા કામો છે.
સાવરકર માત્ર હિન્દુવાદી નહોતા. હા, તેમણે મુસ્લિમ તુષ્ટિકરણનો વિરોધ કર્યો હતો. અને તે પણ પ્રચંડ વિરોધ કર્યો હતો.પણ તે ધાર્મિક કટ્ટરપંથી અંધ નહોતા. સાવરકરે દલિતોને મંદિરમાં પ્રવેશની ઝુંબેશ ચલાવી હતી.અને હિન્દુઓને ધર્મની ગુલામીમાંથી મુક્ત થવાનો સંદેશ આપ્યો હતો. ગાયની પૂજા કરવાનું અને તેમાં ૩૩ કરોડ દેવતા છે, તે વાતનું પણ તેમણે ખંડન કર્યું હતું. સાવરકર સંપૂર્ણપણે નાસ્તિક હતા. તે કોઈ એવી તથાકથિત "ઈશ્વરીય શક્તિ" માનતા નહોતા કે જે સમગ્ર વિશ્વનું સંચાલન કરતી હોય. ભારતના ધર્મ આધારીત ભાગલાનું સમર્થન કરવાનો આરોપ "વીર સાવરકર" પર મૂકનાર, પોતે એ શું કામ ભૂલી જાય છે કે, તે સમયે પીળી અને અંગ્રેજોની પીઠું એવી "વામપંથી" પાર્ટીઓએ પાકિસ્તાનના નિર્માણ નું સમર્થન કર્યું હતું. માત્ર સમર્થન નહીં, પણ જોરશોરથી પ્રચાર પણ કર્યો હતો. અને આજે પણ એક કાલ્પનિક "ભારત રાષ્ટ્રીયતાનો સમૂહ છે. રાષ્ટ્ર નથી"(Bharat is Bunch of nationalities) તેવા ગપ્પ-ગોળામાં માને છે...અને પ્રચાર કરે છે.
સાવરકરને મે સંપૂર્ણ વાંચ્યા છે. જામનગરની લાઇબ્રેરીમાં વીર સાવરકરના પુસ્તકો નહોતા. મારી અરજી થવાથી લાઇબ્રેરીએ વીર સાવરકરના હિન્દીમાં ભાષાંતરીત થયેલા બધા જ પુસ્તકો મંગાવ્યા હતા. લેનીનનાં પણ હિન્દીમાં ભાષાંતરીત પુસ્તકોની શોધ સાથે જ થયેલી. પણ તે સમયે (અને આજે પણ) મુખ્ય મુખ્ય પુસ્તકોને છોડીને (કે જે નાની નાની પુસ્તિકાઓ જ છે) લેનિન કે કાર્લ માર્ક્સના સંપૂર્ણ પુસ્તકોનો અનુવાદ હિન્દીમાં થયો જ નથી. સોવિયત સંઘ દ્વારા હિન્દીમાં પ્રકાશિત થયેલા.જે હવે ઉપલબ્ધ નથી.પણ ભારતના શિખંડી વામપંથી (ગદ્દારો, જે શબ્દોમાં જ વામપંથી છે) દ્વારા આવો કોઇ પ્રયાસ કરવાની શક્તિ પણ પ્રદર્શિત થઇ નથી. જોકે આ હવે કોઈ સાચા માર્ક્સવાદી માણસે કરવું જોઇએ.
બે બે વખત આજીવન કારાવાસની સજા. કાળા પાણીમાં પશુ કરતાં પણ બદતર જીવન. જેલમાંથી છૂટ્યા બાદ પણ પોલીસની હેરાન ગતિ. ગાંધીજી ની હત્યામાં ખોટી રીતે સંડોવણી કરાવીને બદનામ કરી, સાવરકરની રાજકીય હત્યા કરવાનો પ્રયાસ.આટલું આટલું.. શું તમારા બાપ દાદાઓંએ કા ન કર્યું? અંગ્રેજી હુકૂમત વખતે તમારા બાપ દાદાઓ પણ હતા. તે શું કરતા હતા?
બાકી જે લોકો "સાવરકરનું માફીપત્ર માફીપત્ર" મંડ્યા છે,તેઓ કાળાપાણીની અંદમાન નિકોબારની જેલની કોટડીમાં નહીં, પણ સામાન્ય પોલીસ લોકઅપમાં મોકલવામાં આવેતો તે ૨૪ કલાકમાં જ ગમે તેવું રૂપાળું "માફીપત્ર" લખી આપવા તૈયાર થઈ જાય. કોઈની ઉપર આરોપ મૂકવો તો સેહલો છે, પણ સાવરકર જેવું ક્રાંતિકારી કામ કરવું તે લોખંડના ચણા ચાવવા બરાબર છે.
ક્રાંતિકારીઓ ને બદનામ કરવાનું બંધ કરો.
તમારી ધાર્મિક અંધ કટ્ટરવાદી દ્રષ્ટિથી તેમને જોવાનું બંધ કરો.HJR