સુરતના વાવ SRP ગ્રુપ ખાતે LRD ભરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં વાદળછાયા વાતાવરણના કારણે LRD ભરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમાં વાદળછાયા વાતાવરણને કારણે મેદાનમાં દોડવા માટે તકલીફ પડે તેમ હતી. જેમાં યોગ્ય ન થતાં સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકૂફ રાખવામાં આવેલ છે.
રાજ્યમાં અન્ય 14 જગ્યાએ શારીરિક કસોટી લેવામાં આવશે
ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ભરતી મોકૂફ રાખવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભરશિયાળે અષાઢી માહોલ છવાયો છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજ્યભરમાં શીતલહેર પ્રસરી ગઈ છે. એવામાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા પર પણ આ કમોસમી માવઠાની અસર વર્તાઈ છે. જેમાં રાજ્યના 4 સ્થળો પર આ પદ માટેની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લેવાનારી શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી હતી.
અગાઉ પણ શારીરિક કસોટી મોકૂફ રહી હતી
ગુજરાતમાં PSI અને LRDની ભરતીને લઈને 3 ડિસેમ્બરથી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જો કે આ ફિજિકલ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલા મેદાનોને કમોસમી વરસાદના કારણે થયેલી અસરની સમીક્ષા કરવામાં આવી હતી. જેના અંતે ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી અને નડિયાદમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો, કેટલાક સ્થળે વરસાદનો પણ માહોલ જોવા મળ્યો છે. ત્યારે PSI-LRD ભરતી પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભરતી બોર્ડના વડાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, કમોસમી વરસાદ પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન થતાં આવતીકાલ તારીખ 6/12/21 ના રોજ એસઆરપી ગ્રુપ વાવા, સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકૂફ રાખવામાં આવેલ છે. રાજ્યમાં અન્ય 14 જગ્યાએ શારીરિક કસોટી લેવામાં આવશે.