પોતાને બદલવું નથી. મારો વાંક શું છે? આ પ્રશ્ન બીજાને પૂછવા કરતા, પોતાની જાતને પૂછવામાં આવે તો સાચો જવાબ મળે.
સાત પગલાં આકાશમાં નહીં, પણ જમીન ઉપર ભરવાની જરૂર છે. કારણ કે આકાશ સ્વપ્નાઓ, આકાંક્ષાઓ અને કલ્પનાઓથી ભરેલું છે. જ્યારે ઊભા રહેવાનું તો વાસ્તવમાં જમીન ઉપર જ છે... જમીન વાસ્તવિકતા છે. ભલે, આપણને પસંદ આવે કે ના આવે. પણ તે વાસ્તવિકતા બદલાવાની નથી.
કોઈ માનવી કઈ પરિસ્થિતિમાં કેવું વર્તન કરશે તેની ભવિષ્યવાણી ન કરી શકાય. એટલે જ દાંપત્યજીવન બચાવવાના કે સુધારવાના કોઈ નક્કર નિયમો ન હોઈ શકે... અને જે લોકો આવા નિયમોનો ઉપદેશ આપે છે, તે મોટે ભાગે પોતાના જીવનના પ્રયોગોનું વર્ણન કરતા હોય છે!!
આમ છતાં થોડીક બાબતો જરૂર છે. જે મદદરૂપ થઈ શકે...
આમાં સૌ પ્રથમ વાત તો છે દાંપત્યજીવનને ટકાવી રાખવાની ઈચ્છા. જો આ જ ના હોય તો પછી કોઈપણ સલાહ કે ઉપાય કામ આવવાની નથી..
સ્ટીફન આર. કવીએ લખેલ "અતિ પ્રભાવશાળી લોકોની સાત આદતો" પુસ્તક વાંચવા જેવું છે. આ પુસ્તક દાંપત્યજીવનને ધ્યાનમાં રાખીને માત્ર લખવામાં નથી આવતું. તે તો માનવીય સંસારની સમગ્ર વિશાળતાને ધ્યાનમાં રાખીને લખાયું.. આમ છતાં તે ઉપયોગી છે.
આ "સાત આદતો" ને હું "સાત પગલાંઓ" તરીકે ઓળખું છું... જો આ સાત પગલાઓ જમીન ઉપર ગંભીરતાપૂર્વક ભરવામાં આવે, તો ગમે તેવા તોફાનનો સામનો કરી શકાય...
બીજું પુસ્તક છે, ડેલ કાર્નેગીએ લખેલ, "How to influence people and win friends". આ પુસ્તક પણ ઘણું મદદગાર થઈ શકે તેમ છે.
જોકે આવા તો ઘણા બધા પુસ્તકો, સેમિનારો અને નિષ્ણાતો ઉપલબ્ધ છે. અને તેની સલાહ લેવી જોઈએ. તે ખરેખર એ મદદરૂપ થઈ શકે તેમ છે.
મોટાભાગની સમસ્યાઓ પછી તે લગ્નજીવનની હોય કે કાર્યસ્થળ પર સાથી કર્મચારીની સાથેના સંબંધોની કે પછી બીજી કોઈ માનવીય સંબંધોની. આ મોટાભાગની સમસ્યાઓ ચરિત્રની નબળાઈના કારણે ઉદભવતી હોય છે. અહીં "ચારિત્રની નબળાઈને" હું બહુ વ્યાપક અર્થમાં લઈ રહ્યો છું. અને આ જ નબળાઈ ને કોઈ દુરસ્ત કરવા ઈચ્છતું નથી. તેમને તુરંત અસર કરનાર દવાઓ જોઈએ છે. મૂળ રોગની કોઈ સારવાર કરવાની ચિંતા જ નથી. પાંદડાઓ તોડી નાખવા છે. પણ મૂળ સહિત થડને ઉખેડી નાખવાની ચિંતા કરવી નથી. અને પછી થોડા સમયમાં નવા પાંદડાઓ ઊગી નીકળે છે. વળી પાછી સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઉભી થાય છે.
પરંતુ દરેક લગ્ન જીવનને બચાવી શકાતું નથી. અને આ વાસ્તવિકતાને સ્વીકારી લેવી જોઈએ. નિષ્ણાંતોની લાખો સલાહો હોય, સગા સંબંધીઓના હજારો સાધવાના પ્રયત્નો હોય, છતાં તે વહેલું મોડું તૂટવાનું. તેને તૂટતું કોઈ બચાવી શકે નહીં. બે વ્યક્તિ એક સાથે ખોટી ટ્રેનમાં બેસી ગયા હોય.. એક વ્યક્તિત્વ ઉત્તર ધ્રુવ હોય, તો બીજાનું વ્યક્તિત્વ દક્ષિણ ધ્રુવ.
આવા કિસ્સામાં સમજદારી છે, જલ્દી હસતા મોઢે છુટા કરી દેવા. ત્યારે છૂટાછેડા ઓપરેશનની ગરજ સારે છે. અને તે ઘણ��� બધા લોકોને જિંદગી તબાહ થતાં, પારાવાર યાતનાઓમાં જતા બચાવી લે છે...