ગુજરાતમાં હાલમાં કિશન ભરવાડ હત્યા કેસને લઈ રાજકારણ ગરમ છે. હવે બોલિવૂડમાંથી સૌ પહેલાં એક્ટ્રેસ કંગના રનૌતે કિશન ભરવાડ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની થોડાં સમય પહેલાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ધંધુકા મર્ડર કેસમાં મૌલવીની સંડોવણી બહાર આવતા ગૃહરાજ્ય મંત્રી તાબડતોડ રવાના
શું કહ્યું કંગનાએ?
કંગનાએ કહ્યું હતું, 'ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.'
શું ઘટના?
મંગળવારે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ: સામે આવ્યું ચોંકાવનારું પાકિસ્તાન કનેક્શન
હત્યા કેસમાં અત્યાર સુધી 6ની ધરપકડ
હાલમાં જ ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, SOGએ આરોપીને ATSને સોંપ્યો છે. જ્યારે ગઈકાલે સાંજે મોરબીની બી ડિવિઝન પોલીસે અજીમના ભાઈ વસીમને પકડી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.