કારગિલ યુદ્ધને આજે 20 વર્ષ પૂર્ણ થયાં. દુશ્મનોના દાંત ખાટા કરનારા આ યુદ્ધમાં ગુજરાતમાં 12 સપૂત શહીદ થયા હતાં. કારગિલ વિજય દિવસે આ સપૂતોને દિવ્ય ભાસ્કરની વિનમ્ર શ્રદ્ધાંજલિ.
ગુજરાતમાં 12 સપૂત શહીદ
- અશોક જાડેજા (મેમાણા, જિ.- જામનગર): કારગિલ યુદ્ધમાં પ્રથમ ગુજરાતી શહીદ હતા. તેમણે 7 એપ્રિલ 1999ના રોજ શહાદત વહોરી હતી.
- છગન બારિયા (નાકડી, જિ. - દાહોદ): સ્ત્રીવેશમાં આવેલા ઘૂસણખોરો સામે લડતાં લડતાં છગનભાઈ 7મી ઓગસ્ટે શહિદ થયા હતાં.
- દિલિપસિંહ ચૌહાણ (ટીકર, જિ.- સુરેન્દ્રનગર): થ્રી ટન વાહન લઈને દિલિપસિંહ આવતા હતા ત્યારે ઠવાંગ રોડ પર અકસ્માતમાં શહીદ થયા હતાં.
- ભલાભાઈ બારીઆ (ખટકપુર, જિ. પંચમહાલ): ભલાભાઈ બંકરના મેનહોલને નિશાન બનાવીને ગોળીઓ ચલાવતા હતાં. દુશ્મનોની ગોળી વાગી ને થયા.
- હરેન્દ્રગિરિ ગોસ્વામી (કોઈલાણા, જિ. જૂનાગઢ): હરેન્દ્રગીરીએ બુલેટપ્રૂફ જેકેટ પહેર્યુ હોવા છતાં દુશ્મનોની ગોળી શરીરમાં ઉતરી ગઈ અને શહીદ થયા.
- મુકેશ રાઠોડ (સાપુર, જિ.જૂનાગઢ): 28મીએ વેધક ગોળીબાર વચ્ચે દુશ્મનની ગોળી એમના શરીરને વીધીં ગઈ. મહિના પછી મૃતદેહ મળ્યો.
- રમેશ જોગલ (મેવાસા, જિ. જામનગર): 6 જૂલાઈએ દુશ્મને છોડેલા અનેક ગોળામાંથી એક ગોળો બાજૂમાં પડ્યો અને દેશ માટે શહીદ થયાં.
- શૈલેષ નીનામા (કંથારિયા, જિ. સાબરકાંઠા): 30મી જૂને રાત્રિના સમયે જુબાર ટોપ પર દુશ્મનોએ હુમલો કર્યો. ગંભીર ઘવાલેયા શૈલેષ નીનામાં શહિદ થયા.
- રૂમાલ રજાત (દોટી આંબા, મહિસાગર): 20મી જૂને પાકિસ્તાને જવાનો પર ત્રણ શેલ વરસાવી દીધા એમાં રૂમાલ રજાત શહીદ થયા.