ભાવનગરમાં એસજીએસટી વિભાગના મોબાઈલ સ્કવૉડમાં ફરજ બજાવતા પ્રિતેશ દુધાતની ધરપકડ થતા જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ કબૂલાતમાં હજી કેટલાના નામ ખુલશે તેવી ચર્ચા ચાલી રહી છે. જ્યારે બીજી બાજુ જીએસટીના ઉચ્ચ અધિકારીઓ અંદરખાને પોલીસથી ખૂબ નારાજ થઈ ગયા છે. જીએસટીનુ કામ હવે પોલીસ કરવા લાગી છે. તેના લીધે તેમના એક અધિકારીનો ભોગ લેવાયો છે. જીએસટી વિભાગમાં મોબાઈલ સ્કવૉડની નોકરી જેકપોટ સમાન ગણાય છે. લાઈનની ગાડીઓ જવા દેવાનો નીચેથી છેક ઉપર સુધીનો દર મહિને મસમોટો વહીવટ થતો હોય છે. જો પોલીસ ગાડીઓ પકડશે તો આ વહીવટ બંધ થઈ જવાનો ડર સતાઈ રહ્યો છે.
જીએસટી વિભાગના બે અધિકારીઓ હાલતો પોલીસ રિમાન્ડ હેઠળ છે. જો આ તપાસ જીએસટીના હાથમાં આવી હોત તો કોકડુ ઉકેલાઈ ગયુ હોત બહુ તો દંડ ભરાવીને મામલો ખતમ થઈ જવાનો હતો. પરંતુ પોલીસ તો આ લાઈનની ગાડીઓ બારોબાર જવા દેવાના મૂળમાં ઉતરી હતી. આ લાઈનની ગાડીઓ ઓપરેટ કરતી ટોળકી સાથે સાંઠગાંઠ ધરાવનાર જીએસટીના અધિકારીઓ સુધી પહોચી ગઈ છે. જો રિમાન્ડમાં વધુ અને સાચી માહિતી બહાર આવે તો ઉચ્ચ અધિકારીઓના પગ તળે રેલો આવી શકે છે. જીએસટી વિભાગના વિવિધ સ્ટાફને મળતો મોટો વહીવટ બંધ થઈ જવાની સંભાવના રહેલી છે. આ લાઈનની ગાડી છે. એનો મતલબ કે ઓપરેટર અને જીએસટી વચ્ચે સાંઠગાંઠ છે. એમ માનવામાં આવે છે. આ લાઈનની ગાડીમાં જીએસટી અધિકારીએ કશુ જોવાનુ હોતુ નથી. માત્ર આ વાહનને જવા દો, જવા દો કહેવાનુ હોય છે. લાઈનની ગાડી છે કે નહી તેની નિશાની એ છે કે ટ્રાન્સપોર્ટની રસીદમાં વિવિધ પ્રતિકો દોરેલા હોય છે. આથી જીએસટી અધિકારી બીલમાં પ્રતિક જોઈને જવા દે છે. થોડાક સમય બાદ આ પ્રતિક બદલાતુ હોય છે.
ભાવનગર પોલીસના સકંજામાં આવેલો વિક્રમ જીએસટીનો ફોલ્ડર
ભાવનગર પાસેના નિરમા પાટીયા પાસે લોખંડના સળિયા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. પોલીસે મૃગેશ ઉર્ફે ભુરો, દેવાંશુ ગોહિલને પકડીને રિમાન્ડ પર લીધા હતા. તેમની કબૂલાતના આધારે મલય શાહ, દિપક મકોડીયા, ધ્રુવિત માંગુકીયા અને પોપટ ઉર્ફે વિક્રમ પટેલ (મોડાસા)ની અટકાયત કરી હતી. આ તપાસ બાદ બે જીએસટી અધિકારીઓ પણ પોલીસના સાણસામાં આવી ગયા હતા. જેમાં મોડાસાનો વિક્રમ શામળાજી ચેકપોસ્ટમાં મોટો વહીવટ ચલાવે છે.
જિલ્લો બદલાય તેમ હપતાની રકમ પણ બદલાઈ જાય
ગુજરાત રાજ્યની હદ સુધીમાં લાઈનની ગાડીઓ ચાલે છે. જેવો જિલ્લો હોય તે મુજબનો હપ્તો ચાલે છે. જિલ્લો બદલાઈ જાય તેમ હપ્તાની રકમ પણ બદલાય છે. લાઈનની ગાડીઓ ચલાવતા ઓપેરટરોની ટોળકીના મુખ્ય સૂત્રધાર દ્વારા માત્ર વોટ્સઅપ કોલીંગ પર જ વાતચીત કરવાની હોય છે. ઓપરેટર વોટ્સએપ કોલ કરીને કહે કે ક્યારે, કેટલા વાગે અને કઈ ગાડી પસાર થવાની છે.
ઓપરેટરોની મોડસ ઓપરેન્ડસી