જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે બબાલ થઇ હતી. જેમાં રિવાબાએ સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે કોર્પોરેશનનો કાર્યક્રમ 9 વાગ્યાનો હતો. ત્યારે 10.15 વાગ્યે પૂનમબેન કાર્યક્રમમાં આવ્યા હતા. શહીદ સ્મારકને શ્રદ્ધાંજલિના ભાગરુપે માળા ચઢવવાનો કાર્યક્રમ હતો. તેમાં સાંસદે સૌપ્રથમ ચપ્પલ પહેરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
મેં ચપ્પલ કાઢીને માળા ચઢાવી શ્રદ્ધાંજલિ આપી હતી
મેં ચપ્પલ કાઢીને માળા ચઢાવી શ્રદ્ધાંજલિ આપી હતી. પૂનમબેને તમામની સામે ચપ્પલ ન ઉતારવુ તેવુ નિવેદન આપ્યુ હતુ. જેમાં આત્મસન્માન જાળવવા માટે મેં પૂનમબેનને જવાબ આપ્યો હતો. મારા વિશેની ટિપ્પણી અયોગ્ય છે. મેં કોઈનું અપમાન કર્યું નથી. પૂનમબેને કહ્યુ હું તમને નથી કહી રહી, મેયરને કહુ છું. જામનગરમાં મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક બબાલ થઇ છે. જામનગર ધારાસભ્યના ગુસ્સાવાલા તેવર જાહેરમાં જોવા મળતા રાજકીય માહોલ ગરમ થયો છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ મિજાજ ગુમાવ્યો હતો. જાહેરમાં સાંસદ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કેટલાક લોકોને ઓવરસ્માર્ટ ગણાવ્યા હતા.
જાણો સમગ્ર બબાલ વિશે:
જામનગરમાં મહિલા આગેવાનો વચ્ચે શહીદ સ્મારક લોકાર્પણ કાર્યક્રમમાં તું - તું, મે - મે થઇ છે. જેમાં સાંસદ, MLA અને મેયર વચ્ચે આકરી શાબ્દિક તું - તું, મે - મે થઇ છે. તેમજ રિવાબા, પુનમ માડમ અને બીનાબેન કોઠારી વચ્ચે બબાલ થઇ છે.
ત્રણેય મહિલા નેતાઓ આકરા તેવરમાં જોવા મળી
ત્રણેય મહિલા નેતાઓ આકરા તેવરમાં જોવા મળી છે. ત્યારે આ ઘટના પર સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે . જેમાં તેમણે જણાવ્યું છે કે ઘટનાની માહિતી મેળવવામાં આવશે. જામનગરમાં ભાજપના મહિલા આગેવાનો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં જામનગરના MLA રિવાબા જાડેજાના તેવર આકરા જોવા મળ્યા હતા. ત્યારે સાસંદ, ધારાભ્ય અને મેયર વચ્ચે આકરી શાબ્દિક તું-તું , મે-મે થઇ છે. રિવાબાએ કેટલાક લોકો ઓવરસ્માર્ટ બનતા હોવાનું કહ્યું છે. જેમાં બબાલને લઇ જામનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.