ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલે મેઘા પાટકરને લઇ મોટું નિવેદન આપ્યું છે. જે નર્મદા યોજનાને મંજૂરી નહોતી મળતી એ યોજના રાજીવ ગાંધીએ મંજૂરી અપાવીને આગળ વધારી હતી. મેઘા પાટકરની વાત આદિવાસીઓ માટે હતી જે તમામ મુદ્દાઓને કોંગ્રેસે હલ કર્યા હતા. ભારત જોડો યાત્રા ભારતના દરેક નાગરિક માટે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આ યાત્રામાં જોડાય તેવું અમારું આમંત્રણ છે.
બહુમતી સાથે કોંગ્રેસ જીતી રહી છે: ગોહિલ
આ સાથે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ જીતી રહી છે કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં. આપ દ્વારા આપવામાં આવી રહેલ ગેરંટી કાર્ડના મુદ્દે શક્તિસિંહ ગોહિલ કહ્યું કે જેની એક બેઠક આવવાની નથી એ તાજમહેલ આપવાની વાત કરી રહ્યા છે. પરંતુ ભૂતકાળમાં જેમને ઉત્તરાખંડમાં સીએમનો ચહેરો બનાવ્યો હતો. તે ખુદ હારી ગયા હતા એજ પરીણામ ગુજરાતમાં આવવાનાં છે.