એમપીમાં રાયસેનના પ્રાચીન કિલ્લા પર ॐ કારનું અદભૂત પ્રતિબિંબ જોવા મળ્યું. 28 મેના રોજ રાયસેનની ઉચી ટેકરી પર સ્થિત પ્રાચીન કિલ્લા પર એક અદ્ભુત ઘટના બની, જ્યારે મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ રાયસેનના સ્થાનિક દશેરા મેદાન પર તેમના હેલિકોપ્ટરથી નીચે ઉતર્યા, ત્યારે રાયસેનના એક ફોટો જર્નાલિસ્ટ દ્વારા લેવામાં આવેલા ફોટામાં રાઈસેનના પ્રાચીન કિલ્લની ટોચ ॐ કારનું પ્રતિબિંબ દેખાયુ.
જ્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો, તે જોઈને તે ઝડપથી વાયરલ થઈ ગયો. તે જ સમયે, લોકોએ દાયકાઓથી બંધ રહેલા સોમેશ્વર ધામ શિવ મંદિર ખોલવાની માંગ તીવ્ર કરી દીધી. સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ ફોટોની સત્યતા જાણવા જ્યારે એક મીડિયા હાઉસે તપાસ કરવા રાયસેન કિલ્લાનો એક વીડિયો બનાવ્યો, ત્યારબાદ સ્પષ્ટપણે તેમાં ઓમકારનું પ્રતિબિંબ દેખાય છે જે વૃક્ષના આકસ્મિક સ્વરૂપના પરિવર્તનના કારણે થયું છે.
જ્યારે આના સંબંધમાં યુવા નેતા મુદિત શેજવાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે શિવરાજસિંહ ચૌહાણ રાયસેન આવ્યા ત્યારે આ તસવીર અહિના ફોટો જર્નાલિસ્ટ્સે લીધી હતી, જેમાં ઓમકારનું ચિત્ર જોવા મળ્યું હતું. જ્યારે લોકોએ તેને જોયુ ત્યારે તે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ ગયું. મેં પણ આ ફોટો શેર કર્યો છે.
મુદિત શેજવારે જણાવ્યું હતું કે રાયસેન ટેકરી પરના કિલ્લામાં સ્થિત સોમેશ્વર ધામનું મંદિર ખૂબ પ્રાચીન અને પુરાતત્વીય કલાનું છે. પુરાતત્ત્વશાસ્ત્રના દૃષ્ટિકોણથી આ મંદિરમાં શિવલિંગ પણ ખૂબ મહત્વનું છે. આ મંદિરમાં કેટલાક વિવાદો અને પુરાતત્ત્વીય વિભાગના તકનીકી કારણોસર લાંબા સમયથી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જૂના સમયમાં આંદોલન કરવામાં આવ્યાં હતાં, પરિણામે શિવરાત્રી પર આ મંદિરના તાળાઓ લોકોને એક જ દિવસ માટે ખોલવામાં આવે છે.
સ્થાનિક નેતા મુદિત શેજવારે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે રાયસેન કિલ્લા પર જે મંદિર બનાવવામાં આવ્યું છે. તે લોકોની મહાન આસ્થાનું કેન્દ્ર છે. રાયસેનના મોટાભાગના લોકોની ઇચ્છા છે કે આ મંદિર હંમેશાં પૂજા માટે ખુલ્લું રહેવું જોઈએ. લોકોના મનમાં એવી માન્યતા છે કે તે ફોટામાં પ્રતિબિંબ જોઈને લોકોની લાગણી જાગૃત થઈ છે, જેને તમે નિયંત્રિત કરી શકતા નથી.