ઈરાનના અબ્બાસ બંદરથી કચ્છના અદાણી મુન્દ્રા બંદરે મોકલવામાં આવેલા બે કાર્ગો કન્ટેનરમાંથી 21 હજાર કરોડના હેરોઈન મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ અફઘાન નાગરિક 21 વર્ષના શોભન આર્યનફર અબ્દુલ હમીદની દિલ્હી એરપોર્ટથી 12મીને રવિવારે ધરપકડ કરી છે.
અમદાવાદની ખાસ કોર્ટમાં રજૂ કરાશે
આરોપી શોભન આર્યનફન અબ્દલ હમીદ દક્ષિણ દિલ્હીમાં રહેતો હતો અને તેને એનઆઈએ દ્વારા અમદાવાદની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આમ અત્યાર સુધીમાં ચોથો અફઘાન નાગરિક સહિત સાત જણાની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં અફઘાન નાગરિક સઈદ મોહમ્મદ, ફ્રદીન અમેરી, મોહમ્મદખાન તથા ભારતીય માચાવરમ સુધાકર, દુર્ગાપૂર્ણા વૈશાલી ગોવિંદરાજુ, રાજકુમાર પી. અને પ્રદીપ કુમારનો સમાવેશ થાય છે.
દિલ્હીના અલીપુરમાં એક દુકાનમાં એકત્ર કરવામાં આવ્યો
મુંદ્રા બંદરમાં બે કાર્ગો કન્ટેનરમાંથી મળેલ 2,991 કિલો હેરોઈનકાંડમાં અફઘાન નાગરિક સઈદ મોહમ્મદ, ફ્રદીન અમેરી અને પ્રદીપ કુમારની એનઆઈએ દિલ્હીથી ધરપકડ કરી હતી. જેમની પુછપરછમાં બહાર આવ્યુ હતુ કે, પ્રતિબંધ હેરોઈનનો જથ્થો દિલ્હીના અલીપુરમાં એક દુકાનમાં એકત્ર કરવામાં આવ્યો હતો અને તેને શુદ્ધ કર્યા પછી મોકલવામાં આવ્યો હતો.
આર્યનફર અબ્દુલ હમીદ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યુ
આ સમગ્ર ડ્રગ્સકાંડમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓની સંડોવણી છે. જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરીને તેના નાણાં આંતકવાદી પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવી રહી છે. અર્થ-પ્રોસેસ્ડ ટેલ્ક અને ટેલ્કમ સ્ટોન્સ છે જે અફ્ઘાનિસ્તાનમાંથી ઉત્પન્ન થાય છે મેસર્સ હસન હુસેન મારફતે ટેલ્ક પાવડરનું કન્ટેનર મોકલેલું હતુ અને હસન હુસેન લિમિટેડ દ્વારા નિકાસ કરવામાં આવે છે. જેમાં દક્ષિણ દીલ્હીમાં રહેતા શોભન આર્યનફર અબ્દુલ હમીદ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યુ હતુ.
2900 કરોડના હેરોઈકાંડના કન્સાઈમેન્ટમાં તેની સાથે અન્ય પણ સામેલ
જેના પગલે એનઆઈએ દ્વારા વોચ ગોઠવતા આરોપી શોભન આર્યનફન અબ્દુલ હમીદને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની પુછપરછ દરમ્યાન બહાર આવ્યુ છે, 2900 કરોડના હેરોઈકાંડના કન્સાઈમેન્ટમાં તેની સાથે અન્ય પણ સામેલ છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં રહીને નારકોટીકસની હેરાફેરીમાં સામેલ છે. અમિત તરીકે ઓળખાતા હસન હુસૈનના માર્કેટિંગ એજન્ટને ડ્રગનો જથ્થો વેચવો તેની સૂચના આપવાની હતી.આ સમગ્ર ડ્રગ્સકાંડમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓની સંડોવાયેલા હોવાના તેમના નામો પણ બહાર આવ્યા હોવાનું જાણવા મળે છે.