હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યુ છે. તથા કૌભાંડીઓ પર હળવી કલમો લગાવી છે. અસિત વોરાને તપાસમાંથી હટાવાય તેવી માંગણી યુવરાજસિંહે કરી છે.
72 કલાકમાં પગલાં નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે
પેપર લીક કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જેમાં જણાવ્યું છે કે GSSSBનો ચાર્જ અન્યને સોંપાય તથા અસિત વોરાની પૂછપરછ કરવી જોઈએ. તથા કેટલાક પુરાવા હર્ષ સંઘવીને આપીશું. તેમજ 72 કલાકમાં પગલાં નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે. તથા પેપર ફોડનારા સૂત્રધારોને રાજકીય પીઠબળ છે તેમ પણ જણાવ્યું છે.
નક્કર પુરાવાઓ ગૃહ રાજ્યમંત્રીને આપશે
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી છે.
10 આરોપીઓમાંથી 6 લોકોની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ કરાઈ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક અપાઈ નથી. 24થી વધારે પોલીસની ટીમો કાર્યરત હતી. ગુનામાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે. તેમજ આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે 10 વ્યક્તિઓ છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પેપરલીકનો મામલો સામે આવ્યો હતો. મામલો સામે આવતાં જ તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતાં.
GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા
હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા હતા. 2 વાગ્યેપેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે ઓથેન્ટિંગ પુરાવા આપો. હવે તેઓ કયા પુરાવાને ઓથેન્ટિંગ માને છે તે અમને નથી ખબર. આ પેપર લીકની તપાસમાં GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા છે.