ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાર અલગ અલગ રાજકીય પાર્ટીઓના સ્તર પ્રચારકોએ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. તેવામાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે બાગડોર સંભાળી રહ્યા છે. વાદરપ્ધન ચૂંટણી લક્ષી કાર્યક્રમો માટે ૩ દિવસીય ગુજરાતની મુલાકાતે છે ત્યારે વડાપ્રધાને આજરોજ સાંજે ભાવનગરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં વડાપ્રધાને કહ્યું હતું કે આ ચૂંટણી એ 5 કે 10 વર્ષ માટે નહિ પરંતુ આવનારા 25 વર્ષ માટે ગુજરાતની બાગડોર કોણ સંભાળશે તે માટેની છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં જનતા જનાર્દનના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. એટલે જ આજે ભાવનગરની ધરતી ઉપર આવ્યો છું. મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીની ભૂમિ ઉપર મને અનેરો આનંદ આવી રહ્યો છે. ભાવેણાની ધરતી અને મહારાજાનો ભાવ એક જ હતો કે ભારત વધુને વધુ પ્રગતિ કરે. અને આજે ભારત તેમના સપનાઓ સાચા કરી રહ્યું છે.
વડાપ્રધાને પોતાના શાળાના દિવસો યાદ કરતા કહ્યું હતું કે, જ્યારે હું શાળામાં ભણતો હતો ત્યારે ભાવનગર ક્યાં આવ્યું એ ખબર નહોતી. નાટકના કાર્યક્રમમાં અમારા શિક્ષક હતા એમણે મને કૃષ્ણ કુમાર સિંહજીનું પાત્ર ભજવવા માટે પસંદ કર્યો હતો. હું સતત વિકાસના કાર્ય માટે પ્રેરિત રહ્યો છું. બે દાયકાની તપસ્યા અને બે દાયકાનો અતૂટ વિશ્વાસ છે એટલે એક એક વ્યક્તિનું હૈયું ફરી એક વાર કહે છે કે, ‘ફિર એકવાર મોદી સરકાર’. આ ચૂંટણીમાં કોણ ધારાસભ્ય બને કોણ મંત્રી બને અથવા તો કોની સરકાર બને એ વાત મહત્વની નથી. આ ચૂંટણી 5 વર્ષ ગાંધીનગરમાં કોણ ખુરશી સંભાળે તેની પણ નથી, આ ચૂંટણી આવનાર 25 વર્ષ કોણ સંભાળશે તેની ચૂંટણી છે. એટલે જ આ ચૂંટણી, આવતા 25 વર્ષમાં ગુજરાત કેવું હશે તેની ચૂંટણી છે.
ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. તે અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતથી 20-22 વર્ષ પહેલાં બહાર ગયો હોય ટે વ્યક્તિ ફરી ગુજરાતની મુલાકાતે આવે ત્યારે એને માનવામાં ન આવે કે બે દશકાના ટૂંકાગાળામાં આટલું બધું પરિવર્તન આવી ગયું છે.
વડાપ્રધાને ભાજપ સરકારની સિધ્ધિઓ બતાવતા જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્રમાં 2700 લાખ લીટર ફિલ્ટર કરેલા પાણી પીવા માટે મળે તે માટેનું કામ શરૂ છે. પાણીના સમાધાન માટે મારુતિ અંદર ચાલે તેવી પાઇપો નાખવામાં આવી છે. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે અમદાવાદ ચેમ્બરમાં મને સ્વાગત માટે બોલાવવામાં આવ્યો હતો. ભાષણમાં મેં કહ્યું હતું કે દરિયાકિનારે 15000 મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવાની વાત કરી ત્યારે મારી મજાક ઉડાવી હતી પરંતુ આજ દરિયા કિનારે 15000 મેગા વોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.