અમદાવાદમાં અસ્થિર મગજની મહિલાની ડિલિવરી થઇ છે. જેમાં શૌચક્રિયા દરમિયાન બાળકની ડિલિવરી થઇ હતી. ડીલીવરી બાદ બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. તેમાં ફાયરના અધિકારીઓની મહેનતથી બાળકને બચાવાયું છે.
ફાયરના અધિકારીઓની મહેનથી બાળકને બચાવાયું
પાલડી વિકાસ ગૃહની આ ઘટના છે. તેમાં અસ્થિર મગજની મહિલાની ડિલિવરી થઇ છે. જેમાં શૌચક્રિયા દરમિયન બાળકની ડિલિવરી થતાં બાળક કમોડમાં ફસાઈ ગયો હતું. તેમાં બાળકને ફાયરના ત્રણ અધિકારીઓએ બચવ્યું છે. જેમાં મહામહેનતે બાળકનો જીવ બચાવ્યો છે.
જાણો સમગ્ર ઘટના:
પાલડીમાં વિકાસ ગૃહમાં ગર્ભવતી મહિલા ટોયલેટ જતા ડિલિવરી થઈ છે. તેમાં ડિલીવરી થતા નબજાત બાળક શૌચાલયના કમોડમાં ફસાઈ ગયુ હતુ. તેથી ફાયર વિભાગે 10 મિનિટમાં કમોડ તોડીને બાળકનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યું છે. અમદાવાદપાલડી ખાતે આવેલ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ વિભાગમાં ગર્ભવતી મમતાબેન વિજયભાઈ જાટવ રહે છે. તેઓએ શૌચક્રિયા માટે વહેલી સવારે શૌચાલયમાં ગયા હતા. આ દરમ્યાન તેઓની અચાનક જ ડિલિવરી થઈ જતા બાળકી શૌચાલયના કમોડમાં બાળક ફસાઈ ગયુ હતું. જેથી વિકાસગૃહ દ્વારા ફાયર વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે તત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કમોડ તોડીને નવજાત બાળકનું 10 મિનિટમાં રેસ્ક્યુ કર્યું હતુ. બાદમાં નબજાત બાળકને સારવાર અર્થે 108 દ્વારા એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.