ઈસરો ગુરુવારે નવો રેકોર્ડ રચવા જઈ રહ્યું છે. ભારત 75માં સ્વતંત્ર દિવસના ત્રણ દિવસ પહેલા અંતરિક્ષમાં એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. તેના માધ્યમથી હવે અંતરિક્ષથી પણ દેશ પર નજર રાખી શકાશે. ઈસરો પૃથ્વી પર દેખરેખ રાખનાર ભારતના પ્રથમ સેટેલાઈટ EOS-03નું લોન્ચિંગ કરનાર છે. આ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તે સફળ થયા પછી ભારતની તાકાતમાં વધારો થશે. આ સેટેલાઈટ ભારતમાં આવનારા વાવાઝોડા અને પુર જેવા સંકટ પર દેખરેખ રાખવા સક્ષમ હશે.
લોન્ચિંગનો આધાર હવામાનની સ્થિતિ પર
ઈસરોએ ટ્વિટ કરીને તેનું કાઉન્ટડાઉન થઈ શઈ ગયું હોવા અંગેની માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-એફ 10 EOS-03ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન આજે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર(SDSC)શાર, શ્રીહરિકોટા ખાતે શરૂ થયું છે. જોકે તેના લોન્ચિંગનો આધાર હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.
EOS-03 ખૂબ જ આધુનિક સેટેલાઈટ છે, જેને GSLV-F10ની મદદથી પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જો આ ટેસ્ટિંગ સફળ થાય છે તો ભારતની તાકાતમાં વધુ વધારો થશે અને હવામાન અંગેની હલચલને સમજવામાં સરળતા રહેશે.
Countdown for the launch of GSLV-F10/EOS-03 mission commenced today at 0343 hrs (IST) from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota: Indian Space Research Organisation (ISRO) pic.twitter.com/Nu8egeffMb
— ANI (@ANI) August 10, 2021
સેટેલાઈટ અને તેની વિશેષતાઓ
વર્ષનું પ્રથમ મિશન ફેબ્રુઆરીમાં થયું હતુ
આ પહેલા 28 ફેબ્રુઆરીએ ઈસરોએ વર્ષના પ્રથમ મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ભારતનું રોકેટ 28 ફેબ્રુઆરીએ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રમાંથી પ્રથમ વખત બ્રાઝીલનો સેટેલાઈટ લઈને અંતરિક્ષમાં રવાના થયું હતું. બ્રાઝીલના અમેઝોનિયા-1 અને 18 અન્ય સેટેલાઈટોને લઈને ભારતના પીએસએલવી સી-51એ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રમાંથી ઉડાન ભરી હતી.