વાલીયા ગામ આમ તો મૂળ આદિવાસીઓનું ગામ. ગામની આજુબાજુનો વિસ્તાર પણ આદિવાસી.
અહીં ખ્રિસ્તી મિશનરીઓનું કામ વધુ છે. તેવું હું અનુભવે જોઈ શક્યો. ઘણા બધા આદિવાસી મિત્રોના સંપર્કમાં અહીં આવવાનું થયું. આમાંથી ઘણા ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી પણ થયા હતા. ત્યારે મને તે વાતનું દુઃખ થતું. અને આજે પણ ધર્મપરિવર્તન બાબતમાં હું દુઃખ જ અનુભવું છું.
જુદા જુદા પુસ્તકોનો પ્રભાવ મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 16)
આમ છતાં, જો કોઈને બાઇબલના સિદ્ધાંતો ગમ્યા હોય, અને રાજીખુશીથી ખ્રિસ્તી ધર્મ અપનાવે તો તેમાં કંઈ વાંધો લઇ શકાય નહીં. પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ હિન્દુ દેવી-દેવતાઓને કે હિન્દુ તત્વજ્ઞાનને ગાળો શા માટે દેવાની? મને કોઈ સિદ્ધાંત ગમતો હોય તે હું માનું. તમને બીજો કોઈ સિદ્ધાંત, તો તમે તે માંનો.. અને આપણી અસહમતાને રાજીખુશીથી નિભાવી શકીએ. અને તે જ સાચા અર્થમાં સ્વતંત્રતા અને માનવતા ગણાય.
ત્યારે મેં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થતી સેવાઓ જોયેલી. હું ખરેખર તેમની સેવાઓ જોઈએ અચંબિત થયેલો. "માનવ સેવા, એ જ પ્રભુ સેવા" તેનું ઉત્તમ ઉદાહરણ મને જોવા મળેલું.... અને હું તેમનો ખરેખર આદર કરતો થયેલો. અને આજે પણ કરું છું.
તે આદિવાસી વિસ્તારમાં, તે પછાત અને ગરીબ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ કહેવાતો "હિન્દુ મહાપુરુષ" પગ મૂકવા પણ રાજી થાય, તે ગંધાતા અને ખરાબ પાણીથી ઉભરાતા વિસ્તારોમાં, મિશનરી સ્ત્રી-પુરુષો સેવા કરતા... મોટાભાગના "હિન્દુ મહાપુરુષો" પૈસાદાર ઘરોમાં જ પધરામણી કરે છે. ત્યાં જ ધર્મનો ઉપદેશ આપે છે. પણ તે તો જે ખેતરમાં વરસાદ વરસતો હોય, ત્યાં જ વરસવા જાવ તેવી વાત થઈ... પણ જે ખેતર પાણી માટે તરસતું હોય, ત્યાં વરસવાની ભાગ્યે જ કોઈ "હિન્દુ મહાપુરુષ" દરકાર કરે છે. મારી ઈચ્છા કોઈની આલોચના કરવાની નથી. પણ તે સમયે મેં જે જોયું તે હું લખી રહ્યો છું.
"મહારાજા લાયેબલ કેસ" અને "મહારાજ" નવલકથા વિશે.
આજે અમુક સંપ્રદાયો મને ગમતા નથી, તેનું આ કારણ છે. એશો આરામમાં રહીને, વ્યાસપીઠ ઉપરથી ત્યાગના અને બલિદાનના મોટા મોટા ઉપદેશો આપવા સરળ છે. પણ આવા ઉપદેશો શા કામના? અમુક સંપ્રદાયના સન્યાસીઓએ ગામેગામ મંદિરો બનાવીને, તે મંદિરોમાં દુકાનો ચાલુ કરી દીધી છે. ફરસાણ, મીઠાઈઓથી માંડીને ફટાકડા સુધી વેચવાનો ધંધો કરે છે. પણ મજબૂરી અને લાચારીમાં જીવતા ગરીબ આદિવાસીઓ,દલિતો,વંચિતો દેખાતા નથી... મોટા અને ભવ્ય મંદિરો ભૂતકાળમાં પણ હતા. સોનાથી મઢેલા મંદિરો અને તેનો વૈભવ ક્યાં ઓછો હતો? આમ છતાં લૂંટારાઓ તે લુટી ગયા... અને આપણે કંઇ શીખ્યા નહીં? મને લાગે છે ભવિષ્યમાં પણ આવું થવાની સંભાવના વધારે છે... એશો-આરામમાં જીવતા અને ભરપેટ ભોજન આરોગતા આ ખુટીયાઓથી હિન્દુ પ્રજા ક્યારે મુક્ત થશે???
કોમ્યુનિસ્ટ ઘોષણાપત્ર. એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 18)
આમ છતાં, સેવા કરીને ધર્મ પરિવર્તન કરાવવું, તે માટે લલચાવવા, તે યોગ્ય ન ગણાય. તે તો કરેલી સેવાની ઝાંખપ લગાડવા જેવું છે. નિસ્વાર્થ સેવા કરો અને જો કોઈ વ્યક્તિ તમારા સિદ્ધાંતો અને તત્વજ્ઞાનથી આકર્ષાઈને, તમારા કહ્યા વગર સહર્ષ ધર્મપરિવર્તન કરે તો તે યોગ્ય છે. પણ લાલચ આપી, વિવિધ પ્રકારના પ્રલોભનો આપી, ઇમોશનલ બ્લેકમેઈલ કરીને ધર્મપરિવર્તન કરાવવું, તે તો હું માનું છું બાઇબલના સિદ્ધાંતોની પણ વિરોધ છે.
બીજી વાત કે આદિવાસી, દલિત, વગેરે વંચિત લોકોનું હિન્દુ સમાજમાં જે સામાજિક સ્થાન છે, જે નિમ્ન જાતિના ગણવામાં આવે છે, જે હિન દ્રષ્ટિથી જોવામાં આવે છે, તે ધર્મ પરિવર્તન કર્યા બાદ પણ બદલાતું નથી. કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરીને એવું માને છે કે તેમણે બહુ મોટું કામ કર્યું. પણ હકીકતમાં આ તેમનો ભ્રમ છે. પહેલા જે દુઃખો અને દર્દીઓ હતા તેમાં કોઈ ફરક પડતો નથી.
આ ૩ સરળ ઘરેલું ઉપાયથી ખીલને કારણે પડેલા ખાડાઓને મૂળમાંથી હમેશા માટે કરો દુર
હિન્દુ ધર્મ સતત પરિવર્તનશીલ રહ્યો છે. ભૂતકાળમાં પણ પરંપરાઓ અને રિવાજોમાં પરિવર્તન આવ્યા છે. અને ભવિષ્યમાં પણ પરિવર્તન થઈ શકે છે. આથી વર્ણવ્યવસ્થા સંપૂર્ણ નાબૂદ થવી જોઈએ. ભૂતકાળમાં આવું હતું... ને તેવું નહોતું.. તેવી વાતો કરીને વર્ણવ્યવસ્થા કે જાતિવાદને સમર્થન આપવાનો અર્થ છે, માનવતા પ્રત્યેની ગદ્દારી. મારું કેહવું કેટલાકને અતિશયોક્તિ લાગશે. પણ તે શાંતિથી અને ખુલ્લા હ્રદયથી વિચારતા, સમજી શકાય તેવી વાત છે.
HJR