રાજકોટમાં કોરોનાના વધતા કેસની વચ્ચે તહેવારોની ઉજવણીને લઈને પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં જ આવી રહેલા ઉત્તરાયણના તહેવારને લઈને રાજકોટ CPએ જાહેરનામું બહાર પાડ્યું છે.
જાણો શું કહેવાયું છે જાહેરનામામાં
જાહેરનામામાં કહેવાયું છે કે જાહેર રસ્તા પર પતંગ ઉડાડવાને લઈને પ્રતિબંધ મૂકાયો છે. આ સિવાય તહેવારને લઈને અન્ય જે માહિતિ અને પ્રતિબંધ લાગૂ કરાયા છે તેમાં કહેવાયું છે કે ચાઈનીઝ દોરી અને તુક્કલ પણ વેચી શકાશે નહીં. લાઉડ સ્પીકર વગાડવાને લઈને પણ પ્રતિબંધ મૂકાયો છે.
કોરોના અને વકરતા ઓમિક્રોનને લઈને તકેદારી
ગુજરાતમાં સતત કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે તહેવારમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. જેને લઈને આ કડક નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. પતંગ, દોરી અને લાઉડ સ્પીકર માટે લાગૂ કરાયેલા નિયમોનું ખાસ કરીને રાજકોટવાસીઓએ પાલન કરવાનું રહેશે.