યૂકલિપ્ટસ
આ ઝાડ ફિલિપીંસમાં જોવા મળે છે. તેના ઉપરના ભાગમાં વિવિધ રંગ જોવા મળે છે. આ ઝાડનો ઉપયોગ સજાવટ માટે નહીં પરંતુ કાગળ બનાવવા માટે કરવામાં આવે છે.
માતાવિહોણું ગામ : જ્યાં બાળકોને છોડીને માતા જતી રહે છે
સિલ્ક કોટન ટ્રી
કંબોડિયાના એક પ્રાચીન મંદિર પર આ ઝાડ પથરાયેલું છે. વર્ષોથી તેની શાખા સતત વધી રહી છે અને તેનાથી સુંદર આકૃતિ બની છે.
આ મંદિરમાં જૈલના કૈદીઓ કરે છે પૂજા, નાગ દેવતાને ચઢાવે છે હત્થકડીઓ…
વાવોના ટ્રી
મૈરિપોસા, અમેરિકાના યોસેમાઈટ નેશનલ પાર્કમાં આવેલું છે. આ ઝાડની નીચે સુરંગ બનાવવામાં આવી હતી. 227 ફૂટ લાંબું આ ઝાડ 1969માં બરફવર્ષાના કારણે પડી ગયું હતું. આ ઝાડની જગ્યાએ આજે હજારો જીવજંતુઓ અને પ્રાણીઓનું ઘર છે.
સનલેંડ બોઆબ ટ્રી
આ ઝાડ 72 ફૂટ ઊંચું અને 155 ફૂટ પહોંળું છે. દક્ષિણ આફ્રીકાના મોડજાડજિસક્લૂફમાં આવેલું છે આ ઝાડ. 1933માં તેની અંદર એક બાર શરૂ કરવામાં આવ્યું હતું. આ બારમાં 15થી 20 લોકો એકસાથે જઈ શકતા હતા પરંતુ હવે અહીં 60 લોકો બેસી શકે છે.
ડ્રેગન્સ બ્લડ ટ્રી
ઉત્તર પશ્ચિમ આફ્રીકાના કૈનરી ટાપુ પર આ ઝાડ જોવા મળે છે. માનવામાં આવે છે કે એક ડ્રેગન મર્યો હતો અને તે આ ઝાડ બની ગયો છે. તેની છાલ જ્યારે તોડવામાં આવે છે તો રક્ત સમાન પ્રવાહી નીકળે છે. આ ઝાડનું પ્રવાહી ડાઈ અને દવા બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
માત્ર 21માં વર્ષે દુનિયાની સૌથી યુવા અબજપતિ બની કાઈલી, જાણો શું કરે છે, કેટલી છે સંપત્તિ
ઝાડ નહીં જેલ
પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના વેસ્ટ ડર્બી શહેરમાં એક વિશાળ બોઆબ ટ્રી છે. તેને કાપી અને તેમાં જેલ બનાવવામાં આવી છે. આ ઝાડમાં કેદીઓને પુરી રાખવામાં આવતા હતા.
ગ્રાઈફિનો ક્રૂફ્ડ ફોરેસ્ટ
પશ્ચિમી પોલેન્ડના ગ્રાઈફિનો શહેરમાં અજીબ આકારના 400 ઝાડ છે. કેટલાક લોકોનું માનવું છે કે તેને આ આકારમાં રાખવામાં આવ્યા છે. આમ શા માટે કરવામાં આવ્યું તેના પર રહસ્ય અકબંધ છે.
બોટલ ટ્રી
નામિબિયામાં જોવા મળતા આ ઝાડ દુનિયાના સૌથી ખતરનાક ઝાડમાંથી એક છે. આ ઝાડનો નીચેનો ભાગ બોટલ જેવો દેખાય છે. આ ઝાડમાંથી દુધિયા રંગનો રસ નીકળે છે જે ઝેરી હોય છે. આ રસનો ઉપયોગ આદિવાસીઓ ધનુષમાં ઝેર ચઢાવવા માટે કરતાં.